ઉત્તર ગુજરાતગુજરાત

રોટરી કલબ ડિવાઇનનો ડીસામાં “નવા સભ્ય ઓરિએન્ટેશન સેમિનાર”નું કરાયું આયોજન

Text To Speech

પાલનપુર : રોટરી ક્લબ ડિવાઈન ડીસામાં ડીસ્ટ્રીક્ટ – 3054નું ડિસ્ટ્રીક્ટના ગવર્નર બળવંતસિંહ ચિરાના માર્ગદર્શન હેઠળ ડીસામાં માટે “નવા સભ્ય ઓરિએન્ટેશન સેમિનાર”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉત્તર ઝોનની 15 જેટલી ક્લબોએ ભાગ લીધો હતો. 15 ક્લબના 102 રોટેરિયન સભ્યો નોંધાયા હતા.

આ સેમિનારમાં નવા સભ્યને રોટરી ઈન્ટરનેશનલ વિશે માહિતગાર કરવા પીડીજી આશિષભાઈ દેસાઈ, પીડીજી બીનાબેન દેસાઈ, ડીજીઇ મેહુલભાઇ રાઠોડ,એજી ડો. રીટાબેન પટેલ, રોટે. ધર્મેન્દ્રભાઈ જોષી, એજી ડો.જયેશભાઈ સુથાર, રોટે દીપકભાઈ પંડ્યા,રોટે વિક્રમભાઈ ઠક્કર, રોટે નૈમિષભાઈ રવાણીએ વિવિધ વિષયો પર પોતાની ફરજ બજાવી હતી અને રોટરી વિશે ઉંડાણપૂર્વક માહિતી આપી હતી. ક્લબ પ્રમુખ ડો.બીનલબેન માળી, મંત્રી હિનલબેન,એજી ડો.રીટાબેન પટેલ, મીટ ચેર રોટે. ડો. અવની ઠક્કર, મીટ કો-ચેર રોટે ગીતા વ્યાસ સહિતની સમગ્ર ટીમે કરી હતી.

આસેમિનારમાં રોટે ડો. જીગીષા પ્રજાપતિ અને રોટે ડો. વર્ષા પટેલ દ્વારા કાર્યક્રમનુ સંચાલન કરવામાં આવ્યું હતું. મહિલા ક્લબ માત્ર બે વર્ષ જૂની હોવા છતાં ડીસ્ટ્રીક પ્રોટોકોલને અનુસરીને ક્લબ દ્વારા નિર્ધારિત સમયસર સેમિનારનું સમાપન કરવામાં આવ્યું હતું. કલબ દ્વારા રોટરી ફાઉન્ડેશનને રૂ. 5100 નો ચેક વક્તાઓને આપીને TRF માં ડોનેટ કર્યો , વક્તાઓને મોમેન્ટો “ના” આપીને તે રકમ ડોનેટ કરીને નવી શરૂઆત કરવામાં આવી હતી. તમામ વક્તાઓએ આ નવી શરૂઆતને બિરદાવતા ક્લબને અભિનંદન પાઠવ્યા હતા. છેલ્લે આભારવિધિ ડો.અવની ઠક્કરે કરી હતી.

Back to top button