ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જમ્મુ કાશ્મીર : કઠુઆમાં એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોને મોટી સફળતા, બે આતંકીઓ ઠાર

જમ્મુ, 27 માર્ચ : જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. એન્કાઉન્ટરમાં જવાનોએ બે આતંકીઓને ઠાર કર્યા હતા. આ દરમિયાન ફાયરિંગમાં પાંચ જવાન ઘાયલ થયા હતા. સુરક્ષા દળોએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન વધુ ઝડપી બનાવી દીધું છે. અધિકારીઓએ જણાવ્યું કે એન્કાઉન્ટર દરમિયાન ભારે ગોળીબાર અને વિસ્ફોટ થયા હતા. કઠુઆ જિલ્લાના સુફૈનનું શાંત ગામ ગોળીઓ, ગ્રેનેડ અને રોકેટ ફાયરના અવાજોથી ધ્રૂજી ઉઠ્યું હતું. આખો દિવસ ભીષણ ગોળીબાર થયો અને વચ્ચે અનેક મોટા વિસ્ફોટ થયા હતા.

પોલીસ, સેના અને સીઆરપીએફના વધારાના દળો તૈનાત

સેનાના અધિકારીઓએ જણાવ્યું કે જ્યારે સૈનિકો ચોક્કસ માહિતી મળ્યા બાદ ત્યાં પહોંચ્યા ત્યારે આતંકીઓ જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. એન્કાઉન્ટર દરમિયાન આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો, જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી.

રાજબાગના ઘાટીમાં જુથાના વિસ્તારના જાખોલે ગામ પાસે થયેલા અથડામણમાં લગભગ પાંચ આતંકવાદીઓના જૂથે સર્ચ ઓપરેશન દરમિયાન ગોળીબાર શરૂ કર્યો હતો. આ વિસ્તારમાં તાત્કાલિક પોલીસ, સેના અને સીઆરપીએફની વધારાની ટુકડીઓ તૈનાત કરવામાં આવી હતી.

ઘાયલ જવાનોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે

આ દરમિયાન ફાયરિંગમાં સ્પેશિયલ પોલીસ ઓફિસર ભરત ચલોત્રા ઘાયલ થયા હતા. તેના ચહેરા પર ઈજાઓ થઈ છે. કઠુઆની હોસ્પિટલમાં સારવાર બાદ તેને જમ્મુની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળે છે. અધિકારીઓએ જણાવ્યું કે સેના, બીએસએફ અને સીઆરપીએફએ જમ્મુ અને કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (એસઓજી)ના નેતૃત્વમાં ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.

સર્ચ ઓપરેશન ચાલુ છે

જો કે, માહિતી આપતા અધિકારીઓએ કહ્યું કે હજુ એ સ્પષ્ટ નથી થયું કે તે એ જ આતંકવાદી હતો જે કઠુઆના સાન્યાલ જંગલમાં છુપાયેલો હતો કે પછી તાજેતરમાં ઘૂસણખોરી કરનાર આતંકવાદીઓનું કોઈ જૂથ હતું. સર્ચ ઓપરેશન ચાલુ છે.

સર્ચ ઓપરેશન માટે હેલિકોપ્ટર, યુએવી, ડ્રોન, બુલેટપ્રુફ વાહનો અને ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી હતી. બીજી તરફ, સોમવારે હીરાનગર એન્કાઉન્ટર સાઇટ પાસે M4 કાર્બાઇનના ચાર લોડેડ મેગેઝિન, બે ગ્રેનેડ, એક બુલેટપ્રૂફ જેકેટ, સ્લીપિંગ બેગ, ટ્રેકસૂટ, ફૂડ પેકેટ્સ અને IED બનાવવા માટેની સામગ્રી મળી આવી હતી.

અધિકારીઓએ જણાવ્યું કે એન્કાઉન્ટર ચાલુ છે. ફાયરિંગ ખતમ થયા બાદ જ સ્પષ્ટ તસવીરો સામે આવશે. તમને જણાવી દઈએ કે રવિવારે કઠુઆ જિલ્લાના હીરાનગર સેક્ટરમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ શરૂ થઈ હતી.

આ પણ વાંચો :- રોહિત શર્માએ ટીમ ઈન્ડિયામાંથી રમવાની ના પાડી! આ સીરીઝમાંથી નામ પરત ખેંચ્યું?

Back to top button