ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જમ્મુ-કાશ્મીર: આતંકવાદીઓ સાથે સંબંધ ધરાવતા ચાર સરકારી કર્મચારીઓ બરતરફ

Text To Speech
  • બરતરફ કરાયેલા લોકો રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હતા
  • લેબોરેટરી આસિસ્ટન્ટ, SMHS હોસ્પિટલના મેડિસિનના આસિસ્ટન્ટ પ્રોફેસર, પોલીસ કોન્સ્ટેબલ અને એક શિક્ષકનો સમાવેશ
  • ભારતના બંધારણની કલમ 11ની જોગવાઈઓ હેઠળ બરતરફ કરવામાં આવ્યા હતા

જમ્મુ કાશ્મીર 22 નવેમ્બર: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી સંબંધોના કારણે 4 સરકારી કર્મચારીઓને બરતરફ કરવામાં આવ્યા છે. કાશ્મીર ખીણમાં આતંકવાદીઓ વિરુદ્ધ સતત ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. કોઈપણ આતંકવાદી કે તેના મદદગારોને બક્ષવામાં આવી રહ્યા નથી. તેના ભાગરૂપો આ કાર્યવાહી કરવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રે ભારતના બંધારણની કલમ 311(2)(c)નો ઉપયોગ કરીને 4 કર્મચારીઓને બરતરફ કર્યા છે. આમાં લેબોરેટરી આસિસ્ટન્ટ, SMHS હોસ્પિટલના મેડિસિનના આસિસ્ટન્ટ પ્રોફેસર, પોલીસ કોન્સ્ટેબલ અને એક શિક્ષકનો સમાવેશ થાય છે.

બરતરફ કરાયેલા કર્મચારીઓની ઓળખ થઈ

બરતરફ કરાયેલા લોકોની ઓળખ શ્રીનગરની SMHS હોસ્પિટલના આસિસ્ટન્ટ પ્રોફેસર (મેડિસિન) નિસાર-ઉલ-હસન, કોન્સ્ટેબલ અબ્દુલ મજીદ ભટ, ઉચ્ચ શિક્ષણ વિભાગમાં લેબોરેટરીમાં કામ કરતા અબ્દુલ સલામ રાથેર અને શિક્ષણ વિભાગ કામ કરતા ફારુક અહેમદ મીર તરીકે કરવામાં આવી છે. આ લોકોને ભારતના બંધારણની કલમ 11ની જોગવાઈઓ હેઠળ બરતરફ કરવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષમાં કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસને બંધારણની કલમ 311(2)(c)નો ઉપયોગ કરીને 50થી વધુ કર્મચારીઓને બરતરફ કર્યા છે.

રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હતા

બરતરફ કરાયેલા લોકો રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હતા. કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસન દ્વારા આતંકવાદીઓના હાલના નેટવર્કના કિલ્લાને નષ્ટ કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે.

આરોપ છે કે, આ લોકો કથિત રીતે પાકિસ્તાની આતંકવાદી સંગઠનોને મદદ કરી રહ્યા હતા. આતંકવાદીઓની વિચારધારાનો પ્રચાર કરી રહ્યા હતા, ભંડોળ એકત્ર કરી રહ્યા હતા અને અલગતાવાદી એજન્ડાને આગળ વધારતા હતા.

આ પણ વાંચો, અમદાવાદમાં શિયાળાની શરૂઆત સાથે રોગચાળો વધ્યો, હોસ્પિટમાં કેસનો આંકડો જાણી રહેશો દંગ

Back to top button