જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓનો ખાત્મો, 2 આતંકી ઠાર
જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાને મોટી સફળતા મળી છે. સેનાના જવાનોએ બે આતંકીઓને ઠાર કરી દીધા છે. કુલગામના ડી.એચ. પોરા વિસ્તારમાં આતંકવાદીઓ સાથે સુરક્ષા દળોનું એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા આતંકવાદી શૌકત અહેમદ શેખ પાસેથી મળેલી માહિતીના આધારે, સુરક્ષા દળો દ્વારા કુપવાડાના લોલાબ વિસ્તારમાં ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ એન્કાઉન્ટર થયું હતું.
Jammu & Kashmir | A joint anti-terrorist operation by Kupwara Police & Army's 28 RR underway in Kupwara
(Visuals deferred by unspecified time) https://t.co/F1BWvnAAT6 pic.twitter.com/4bPb1w8ybJ
— ANI (@ANI) June 19, 2022
કાશ્મીર પોલીસે ટ્વિટ કર્યું કે વિવિધ સ્થળોની શોધ દરમિયાન, ત્યાં છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા કર્મચારીઓ પર ગોળીબાર કર્યો, જેનો સુરક્ષા દળોએ જવાબ આપ્યો અને આ અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા. પોલીસે જણાવ્યું કે પકડાયેલ આતંકવાદી પણ ફસાઈ ગયો છે. અધિકારીઓએ જણાવ્યું કે આ વિસ્તારમાં હજુ પણ એન્કાઉન્ટર ચાલુ છે.
The killed terrorist has been identified as a Pakistani, linked with proscribed terror outfit LeT. 2-3 more terrorists along with arrested terrorist trapped in the ongoing encounter: IGP Kashmir
— ANI (@ANI) June 19, 2022
આતંકવાદીની ઓળખ પાકિસ્તાની નાગરિક તરીકે કરાઈ
કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારના જણાવ્યા અનુસાર, માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી એકની ઓળખ પાકિસ્તાની નાગરિક તરીકે થઈ છે, જે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલો હતો. તેમણે કહ્યું કે ધરપકડ કરાયેલા આતંકવાદી સાથે, આ એન્કાઉન્ટરમાં વધુ બે-ત્રણ આતંકવાદીઓ ફસાયા છે. અત્યારે લડાઈ ચાલી રહી છે.
ખીણમાં સતત એન્કાઉન્ટરો
ત્રણ દિવસ પહેલા સુરક્ષા દળોએ બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતા. અનંતનાગ જિલ્લાના હંગલગુંડ વિસ્તારમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. IGP વિજય કુમારે કહ્યું હતું કે માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ હિઝબુલ મુજાહિદ્દીનના જુનૈદ અને બાસિત ભટ તરીકે થઈ છે. આતંકવાદી બાસિત ગયા વર્ષે અનંતનાગમાં ભાજપના સરપંચ રસૂલ ડાર, તેની પત્ની અને એક પંચની હત્યામાં સામેલ હતો. આ પહેલા કુલગામના મીશીપુરા વિસ્તારમાં સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર કર્યા હતા. કુલગામના મિશીપોરા વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ મંગળવારે આતંકવાદ વિરોધી અભિયાન શરૂ કર્યું હતું.
અત્યાર સુધીમાં સેંકડો આતંકવાદીઓ ઠાર
બુધવારે, બે લશ્કર-એ-તૈયબા (LeT)ના આતંકવાદીઓ શોપિયાં જિલ્લાના કાંજીયુલર ખાતે સુરક્ષા દળો સાથેની અથડામણમાં માર્યા ગયા હતા, તેમાંથી એક આતંકી બેંક મેનેજર હત્યામાં સામેલ હતો. તમને જણાવી દઈએ કે સુરક્ષા દળોએ ઘાટીમાં આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન ઓલઆઉટ ચલાવ્યું છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં સેંકડો આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.