ચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

જમ્મુમાં ફરી દેખાયું ડ્રોન, BSFના ફાયરિંગ બાદ ફર્યું પરત

Text To Speech

જમ્મુમાં ફરી એકવાર ડ્રોનની હિલચાલ જોવા મળી. મળતી માહિતી મુજબ, BSFને સવારે લગભગ 4.15 વાગ્યાની આસપાસ અરનિયા વિસ્તારમાં કંઈક શંકાસ્પદ દેખાઈ રહ્યું હતું. સેનાના જવાનોએ તે દિશામાં તપાસ કરતા તે ડ્રોન હોવાનું બહાર આવ્યું હતું. ડ્રોનને જોતા જ BSFના જવાનોએ તેના પર ફાયરિંગ કરતા તે પરત ફર્યું હતું. આ ડ્રોન 300 મીટરની ઉંચાઈ પર ઉડી રહ્યું હતું. બે દિવસ પહેલા જ જમ્મુના અખનૂર વિસ્તારમાં BSFને 800 મીટરની ઉંચાઈ પર ડ્રોન ઉડાડતું જોવા મળ્યું હતું, ત્યારબાદ ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને તે ડ્રોન પાછું ગયું હતું.

આ પહેલા પણ કઠુઆ જિલ્લામાં BSF દ્વારા એક ડ્રોન તોડી પાડવામાં આવ્યું હતું જેમાં બોમ્બ જેવું કંઈક મળ્યું હતું. સ્થાનિક લોકોએ ડ્રોનને જોયું હતું અને પોલીસને જાણ કરી હતી ત્યારબાદ તેને તોડી પાડવામાં આવ્યું હતું. કઠુઆ જિલ્લામાં મળેલા ડ્રોનને BSF દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું પરંતુ અખનૂર સેક્ટરમાં માત્ર બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ડ્રોન પરત ફર્યું હતું. તમને જણાવી દઈએ કે સરહદ પારથી વારંવાર ડ્રોન આવવાની ઘટનાઓ સામે આવી રહી છે.

ફાઈલ તસવીર

ડ્રોનમાં IED મોકલવામાં આવી રહ્યા છે
ષડયંત્રના ભાગરૂપે ડ્રોન દ્વારા સરહદ પાર ઈમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ એટલે IED મોકલવામાં આવી રહી છે. જે મોટાભાગે હાઇવે નજીક જ ઉતારવામાં આવી રહ્યા છે. જેનો હેતુ એ છે કે આતંકીઓ માટે કામ કરી રહેલા મદદગારો સુધી IED સરળતાથી પહોંચી શકે. છેલ્લા કેટલાક દિવસોથી સરહદ પારથી ડ્રોન દ્વારા વિસ્ફોટક મોકલવાના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. મંગળવારે કાનાચક વિસ્તારમાં મળેલો IED જમ્મુ-પૂંચ હાઈવે પર અખનૂર પાસે પણ હતો. થોડા દિવસો પહેલા કઠુઆના રાજબાગમાં પેલોડ સાથેનું ડ્રોન હાઈવે પર પહોંચી ગયું હતું.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સરહદ પારથી હાઈવે પર IED છોડવામાં આવે છે જેથી તેને લેવા આવેલા મદદગારોને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. જો ક્યાંક અટવાઈ જવાની પરિસ્થિતિ હોય, તો બચવું સરળ છે. હાઈવે પર વાહનોની અવરજવર વધુ છે. અહીં ઓળખવું મુશ્કેલ બની જાય છે. માહિતી અનુસાર, કઠુઆ, અખનૂર, અરનિયા અને સાંબામાં છેલ્લા એક વર્ષમાં ડ્રોન દ્વારા સરહદ પારથી IED અને હથિયાર લાવવાના 7 મામલા સામે આવ્યા છે. પરંતુ આમાંથી એકપણ રીસીવર પકડાયો નથી.

Back to top button