ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી: મતદાન માટે વહેલી સવારથી લાગી લાઈન, જૂઓ વીડિયો

  • વડાપ્રધાન મોદીએ પણ મતદાનની કરી અપીલ

શ્રીનગર, 18 સપ્ટેમ્બર : જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થયાના લાંબા અંતરાલ બાદ વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે. વિધાનસભાની ચૂંટણી માટે આજે પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. પ્રથમ તબક્કામાં રાજ્યની 24 વિધાનસભા બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. જેમાં કાશ્મીરની 16 અને જમ્મુની 8 બેઠકોનો સમાવેશ થાય છે. જેમાં વહેલી સવારથી જ મતદાન માટે પૂલવામા, કિષ્ટવાડ સહિતના વિસ્તારોમાં લાંબી કતારો જોવા મળી રહી છે.

પ્રથમ તબક્કાના મતદાન માટે સુરક્ષા દળો અને એજન્સીઓ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત ચૂંટણી પંચે વિસ્થાપિત કાશ્મીરી પંડિતો માટે પણ ખાસ વ્યવસ્થા કરી છે. દિલ્હી, જમ્મુ અને ઉધમપુરમાં વિસ્થાપિત કાશ્મીરી પંડિતો માટે વિશેષ મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. વિસ્થાપિત કાશ્મીરી પંડિતો માટે દિલ્હીમાં 4, જમ્મુમાં 19 અને ઉધમપુરમાં 1 વિશેષ મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો :- હવે બાળકોને પણ મળશે પેન્શન, કેન્દ્ર સરકાર આજે લોન્ચ કરશે આ યોજના

જમ્મુ કાશ્મીરમાં 13 પક્ષો વચ્ચે સ્પર્ધા

ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં કુલ ત્રણ તબક્કામાં મતદાન થવાનું છે. પ્રથમ તબક્કામાં 18મી સપ્ટેમ્બરે એટલે કે આજે મતદાન થઈ રહ્યું છે. બીજા તબક્કામાં 25 સપ્ટેમ્બરે અને ત્રીજા તબક્કામાં 1 ઓક્ટોબરે મતદાન થવાનું છે. આ તમામ તબક્કાના પરિણામો 8 ઓક્ટોબરે આવશે. 90 બેઠકો ધરાવતી વિધાનસભામાં બહુમતી માટે 13 મુખ્ય પક્ષો વચ્ચે સ્પર્ધા છે. પ્રાદેશિક પક્ષોમાં, મહેબૂબા મુફ્તીની આગેવાની હેઠળની પીડીપી અને ઓમર અબ્દુલ્લાની આગેવાની હેઠળની નેશનલ કોન્ફરન્સ આ ચૂંટણીમાં મુખ્ય રીતે મેદાનમાં છે. નેશનલ કોન્ફરન્સ મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને ચૂંટણી મેદાનમાં ઉતરી છે.

PMએ લોકોને વોટ કરવાની અપીલ કરી

PM મોદીએ જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીના પ્રથમ તબક્કાની શરૂઆત થાય ત્યારે મતદાન કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું, ‘જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની શરૂઆત સાથે, હું આજે મતદાન કરનાર તમામ મતવિસ્તારના લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવા અને લોકશાહીની ઉજવણીને મજબૂત કરવા વિનંતી કરું છું.  હું ખાસ કરીને યુવા અને પ્રથમ વખતના મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા વિનંતી કરું છું.

Back to top button