ટોપ ન્યૂઝનેશનલ

જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ અને ડોડામાં ભૂકંપના 5 આંચકાથી ફફડાટ

Text To Speech

જમ્મુ, 5 એપ્રિલ : જમ્મુ-કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશના કિશ્તવાડ અને ડોડા જિલ્લામાં શુક્રવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. શુક્રવારે કિશ્તવાડમાં ચાર અને ડોડામાં એકવાર ભૂકંપ આવ્યો હતો. આવી સ્થિતિમાં સાંજના સાડા પાંચ વાગ્યા સુધી કુલ પાંચ ભૂકંપના આંચકા આવ્યા છે. નેશનલ સિસ્મોલોજી સેન્ટરે આ જાણકારી આપી છે.

કિશ્તવાડમાં સાંજે 5:20 કલાકે 3.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ પહેલા સવારે 06.56 કલાકે 2.9ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. બપોરે 02:09 વાગ્યે 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને સવારે 01:24 વાગ્યે 2.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો ઉપરાંત ડોડામાં સવારે 5:37 વાગ્યે 2.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

ગઈકાલે હિમાચલ પ્રદેશમાં ભૂકંપ આવ્યો હતો

ઉલ્લેખનીય છે કે, જમ્મુ અને કાશ્મીરમાં આજે આવેલા ભૂકંપના 5 આંચકાઓના પગલે વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે. દરમિયાન ગઈકાલે હિમાચલ પ્રદેશમાં પણ ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. જો કે તેની તીવ્રતા 5.3 આંકવામાં આવી હતી. ચંબામાં આ આંચકો નોંધાયો હતો.

Back to top button