ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

માતા વૈષ્ણો દેવી રેલવે સ્ટેશનથી શ્રીનગર સુધી પહેલી વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ, દુનિયાના સૌથી ઊંચા બ્રિજ પરથી પસાર થશે ટ્રેન

Text To Speech

શ્રીનગર, 25 જાન્યુઆરી 2025: ભારતીય રેલવેએ શ્રી માતા વૈષ્ણો દેવી રેલવે સ્ટેશન કટરાથી શ્રીનગર સુધી પહેલી વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ રન શરુ કર્યું છે. તેનો વીડિયો પણ સામે આવ્યો છે. ટ્રેન અંજી ખાદ પુલ પરથી પસાર થઈ જે ભારતની પહેલી કેબલ આધારિત રેલ પુલ છે અને ચિનાબ બ્રિજ પરથી પણ પસાર થશે, જે દુનિયાનો સૌથી ઊંચો રેલ બ્રિજ છે. ટ્રેનને ખાસ કાશ્મીર ઘાટીની ઠંડી જળવાયુ અનુસાર ડિઝાઈન કરવામાં આવી છે.

અહીં ઉલ્લેખનિય છે કે, વંદે ભારત ટ્રેન પોતાની સ્પીડ અને સુવિધાઓ માટે ઓળખાય છે. તેમાં યાત્રિઓની સુવિધઆ અને સુરક્ષાનુ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. તેની સ્પીડ એટલી તેજ હોય છે કે તે યાત્રીઓને ગંતવ્ય સુધી ફટાફટ પહોંચાડે છે. દિલ્હીથી કટરા જતી વંદે ભારત ટ્રેન યાત્રીઓને ખૂબ પસંદ આવી રહી છે.

દિલ્હીથી કટરા જવામાં કેટલો સમય લાગે?

નવી દિલ્હી-કટરા વંદે ભારત એક્સપ્રેસ દિલ્હી અને કટરા વચ્ચે 655 કિમીનું અંતર 8 કલાક અને 5 મિનિટ લાગે છે. આ ટ્રેન અંબાલા છાવણી, લુધિયાણા જંક્શન, પઠાણકોટ છાવણી અને જમ્મુ તાવીમાં રોકાય છે. તેમાં સેમી હાઈ સ્પીડ ટ્રેનને ચેન્નઈ સ્થિત ઈંટીગ્રલ કોચ ફેક્ટરી દ્વારા બનાવવામાં આવી હતી અને 3 ઓક્ટોબર 2019ના રોજ તેનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.

અહીં ઉલ્લેખનિય છે કે રેલવે તરફથી ભારતના વિવિધ વિસ્તારોને કાશ્મીર ઘાટી સાથે જોડવા માટે લાંબા સમયથી કનેક્ટિવિટી પર કામ થઈ રહ્યું છે. ત્યારે આવા સમયે ડિસેમ્બર 2024માં આ સમાચાર આવ્યા હતા કે દિલ્હીથી શ્રીનગરની ડાયરેક્ટ જોડતી રેલ લાઈન જાન્યુઆરીમાં શરુ થઈ શકે છે. આ રુટ પર વંદે ભારત જેવી ટ્રેનો પણ ચલાવવાની તૈયારી હતી. વંદે ભારત ટ્રેન દિલ્હીથી શ્રીનગર સુધી 800 કિમીની મુસાફરી 13 કલાકમાં પુરી કરશે.

આ પણ વાંચો: ભારતનું એક એવું રેલવે સ્ટેશન જ્યાં જરૂર પડે છે વિઝા અને પાસપોર્ટ, શું તમે જાણો છો?

Back to top button