જમ્મુ-કાશ્મીર: ઉરીમાં આતંકવાદી ષડયંત્ર નિષ્ફળ, 8 AK74, 14 ગ્રેનેડ, 48 મેગેઝિન મળી આવ્યા
જમ્મુ-કાશ્મીરમાં સેના અને પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને એક મોટા આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. બારામુલ્લાના ઉરી સેક્ટરમાં હથલંગા નજીક સુરક્ષા દળોએ મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો છે. માહિતી અનુસાર, સુરક્ષા દળોએ 24 મેગેઝીન અને 560 રાઉન્ડ સાથે 8 AK 74U, 24 મેગેઝીન સાથે 12 પિસ્તોલ અને 244 રાઉન્ડ, 14 ગ્રેનેડ અને 81 બલૂન પાકિસ્તાનના ઝંડાની છાપ સાથે જપ્ત કર્યા છે. હાલમાં સુરક્ષાદળોએ આતંકીઓની ધરપકડ શરૂ કરી દીધી છે.
Jammu & Kashmir | Police along with Army have recovered a huge cache of arms and ammunition in the Hathlanga Sector of Uri in North Kashmir’s Baramulla, say police. pic.twitter.com/fTeXeuYAff
— ANI (@ANI) December 24, 2022
પંજાબથી જમ્મુ-કાશ્મીર સુધી NIAના દરોડા
NIA આતંકવાદી સંગઠનોને ફંડિંગ સંબંધિત કેસમાં એક્શનમાં છે. મળતી માહિતી મુજબ, શનિવારે સવારે NIAની ઘણી ટીમોએ પંજાબ અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢ તેમજ જમ્મુ-કાશ્મીરમાં લગભગ એક ડઝન સ્થળોએ દરોડા પાડ્યા હતા. NIAએ તાજેતરમાં નોંધાયેલા એક નવા કેસમાં ખાલિસ્તાની ઉગ્રવાદી જૂથ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. NIAની ટીમો શકમંદોના સ્થળો પર દસ્તાવેજો સ્કેન કરી રહી છે. NIAના આ દરોડાની જેડીમાં આતંકવાદી ગતિવિધિઓમાં સંડોવણી હોવાની આશંકા છે. જમ્મુ અને કાશ્મીરમાં પણ NIAએ શંકાસ્પદો સાથે સંબંધિત કેટલીક જગ્યાઓ પર દરોડા પાડ્યા છે.
NIAએ જમ્મુ-કાશ્મીરમાં 13 સ્થળો પર દરોડા પાડ્યા હતા
અગાઉ NIAએ જમ્મુ-કાશ્મીરમાં 13 સ્થળો પર દરોડા પાડ્યા હતા. જેમાં કાશ્મીરમાં 12 અને જમ્મુમાં એક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડો ટેરર ફંડિંગ કેસમાં કરવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર એજન્સીની ટીમે જમ્મુમાં એક વ્યક્તિને કસ્ટડીમાં પણ લીધો છે.
આ પણ વાંચો : NIAના અનેક સ્થળો પર દરોડા, આતંકીઓને મદદ કરનારા નિશાને