ટ્રેન્ડિંગનેશનલવિશેષ

જમ્મુ કાશ્મીરમાં નોંધાયું માઈનસ 17.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન

જમ્મુ કાશ્મીર, 02 ફેબ્રુઆરી : આ દિવસોમાં કાશ્મીરમાં ઠંડીના કારણે બધા રેકોર્ડ તૂટી ગયા છે. દક્ષિણ કાશ્મીર તેમજ જમ્મુ ક્ષેત્ર અને સોનમર્ગના ભાગોમાં રેકોર્ડ બ્રેક ઠંડી નું વાતાવરણ જોવા મળ્યું હતું. માહિતી અનુસાર, કોકેરનાગના લારનુંમાં સૌથી નીચું તાપમાન માઈનસ 17.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે સોનમર્ગમાં તાપમાન માઈનસ 15.1 ડિગ્રી સેલ્સિયસ થયું હતું. જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ઘણા દિવસોથી થઈ રહેલી હિમવર્ષાના કારણે સતત ઠંડી વધતાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે.

આજનું લઘુતમ તાપમાન :

કાશ્મીર પ્રદેશ : (બધા આંકડા માઈનસમાં)

શ્રીનગર = -0.3°C
કાજીગુંડ = -9.4°સે
પહલગામ = -11.9°સે
કુપવાડા = -4.4°સે
કોકેરનાગ = -9.4°સે
ગુલમર્ગ = -12.0°સે
સોનમર્ગ = -15.1°સે
અનંતનાગ = -8.5°સે
ગાંદરબલ = -3.1°C
પુલવામા = -2.8°સે
બાંદીપોરા = -2.3°સે
બારામુલા = -1.5°સે
બડગામ = -2.0°સે
કુલગામ = -9.3°સે
શોપિયાં = -10.7°C
લારનું = -17.7°C

લદ્દાખ :

લેહ = -9.4°C
કારગિલ = -11.5°સે

હવામાન વિભાગે આપી હિમસ્ખલનની ચેતવણી

હવામાન વિભાગના અધિકારીઓએ ગઈ કાલે કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરમાં શ્રીનગર-લેહ હાઈવે પર જોજિલા એક્સિસ સહિત ઉપરના વિસ્તારોમાં ફરી હિમવર્ષા થઈ હતી, તેમજ, મેદાની વિસ્તારોમાં વરસાદ થયો હતો. સ્થાનિક હવામાન કચેરીએ જમ્મુ અને કાશ્મીરના છ જિલ્લાઓ – પૂંચ, બારામુલ્લા, બાંદીપોરા, કુપવાડા, ડોડા અને ગાંદરબલ માટે હિમસ્ખલનની ચેતવણી પણ આપી છે.

‘ચિલ્લઇ કલાં’ સમાપ્ત થયા પછી પણ ભારે ઠંડી

જમ્મુ અને કાશ્મીરમાં તીવ્ર ઠંડીનો 40 દિવસનો સમયગાળો ‘ચિલ્લઇ કલાં’ 3 દિવસ પહેલા જ સમાપ્ત થયો છે. તેમ છતાં ઠંડીના તમામ રેકોર્ડ તૂટી ગયા છે.આ ઉપરાંત, ‘ચિલ્લઇ કલાં’ના સમયગાળા દરમિયાન કાશ્મીરના મેદાની વિસ્તારોમાં હિમવર્ષા થઈ ન હતી અને ખીણના ઉપરના વિસ્તારોમાં સામાન્ય કરતા ઓછો વરસાદ જોવા મળ્યો હતો. પરંતુ 40 દિવસના આ કડક શિયાળાના સમયગાળાના છેલ્લા દિવસોમાં ખીણના ઉપરના વિસ્તારોમાં હળવીથી મધ્યમ હિમવર્ષા થઈ હતી, સાથેજ, ‘ચિલ્લઇ કલાં’ પછી ઠંડીએ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.

ચિલ્લઇ કલાં

ચિલ્લઇ કલાંએ એક ફારસી શબ્દ છે. તેનો અર્થ ‘બહુ ઠંડી’ થાય છે. કાશ્મીરમાં કડકડતા શિયાળાના 40 દિવસના આ સમયગાળાને આપવામાં આવેલું સ્થાનિક નામ છે. આ શિયાળાનો સૌથી ઠંડો સમય છે, જે દર વર્ષે 21 ડિસેમ્બરથી 29 જાન્યુઆરી સુધી ચાલે છે.

આ પણ વાંચો : Paytm FASTag 29 ફેબ્રુઆરી પછી કામ નહીં કરે,  તેને બંધ કરવા માટે શું કરવું?

Back to top button