ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જમ્મુ-કાશ્મીર : શોપિયાંમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ

  • કાશ્મીર પોલીસ અને આતંકવાદીઓ વચ્ચેના ઘર્ષણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા

જમ્મુ-કાશ્મીરના શોપિયાંના અલશીપોરા વિસ્તારમાં મંગળવારે(10 ઓક્ટોબરે) સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થયું છે.  આ ઘર્ષણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. જેની માહિતી કાશ્મીર પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર આપવામાં આવી હતી.

 

એન્કાઉન્ટર વિશે કાશ્મીર પોલીસ દ્વારા શું જણાવવામાં આવ્યું ?

કાશ્મીર પોલીસ ઝોને ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું કે, “શોપિયાંના અલશીપોરા વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ થયું છે. પોલીસ અને સુરક્ષા દળો ફરજ પર છે.”

 

 

મળતી માહિતી મુજબ, કાશ્મીરના એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (ADGP) દ્વારા જણાવવામાં આવ્યું છે કે, “શોપિયાં એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ આતંકી સંગઠન એલઈટીના મોરીફત મકબૂલ અને જાઝિમ ફારૂક ઉર્ફે અબરાર તરીકે કરવામાં આવી છે. કાશ્મીરી પંડિત સ્વર્ગસ્થ સંજય શર્માની હત્યામાં આતંકવાદી અબરાર સામેલ હતો.”

 

અગાઉ કુલગામના કુજ્જર વિસ્તારમાં બે આતંકીઓનું થયું હતું એન્કાઉન્ટર

આ બનાવ પહેલા બુધવારે(4 ઓક્ટોબરે) સુરક્ષા દળોએ કુલગામ જિલ્લાના કુજ્જર વિસ્તારમાં એક ઘરમાં છુપાયેલા બે આતંકીઓને ઠાર માર્યા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ બાસિત અમીન ભટ અને ફૈઝલ સાકિબ અહેમદ લોન તરીકે થઈ હતી. બંને સ્થાનિક હાવુરા વિસ્તારના રહેવાસી હોવાનું કહેવાય છે. તે જ સમયે, બુધવારે સાંજે દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના વત્રીગામ વનિહામા વિસ્તારમાં અજાણ્યા આતંકવાદીઓ દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીને ગોળી મારી દેવામાં આવી હતી. વિદ્યાર્થીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીની ઓળખ વત્રીગામના રહેવાસી સાહિલ બશીર તરીકે થઈ હતી. સાહિલનું ગુરુવારે(5 ઓક્ટોબરે) હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. ગોળી તેના ગળામાં વાગી હતી.

આ પણ વાંચો :અતીક અહેમદના બે નાના દીકરાને બાળ સંરક્ષણ ગૃહમાંથી મુક્ત કર્યા

Back to top button