ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જમ્મુ-કાશ્મીર : પૂંછના સુરનકોટ વિસ્તારમાં મંદિર નજીક બસ સ્ટેન્ડમાં વિસ્ફોટ

Text To Speech
  • પુંછ જિલ્લામાં થયેલા વિસ્ફોટમાં કોઈ જાનહાનિ થવા પામી નથી
  • વિસ્ફોટ થવા પાછળનું કારણ હજુ સુધી અકબંધ રહેલું છે 

જમ્મુ કાશ્મીર : પુંછ જિલ્લામાં બુધવારે રાત્રે એક વિસ્ફોટ થયો હતો. મળતી માહિતી મુજબ, વિસ્ફોટ પૂંછ જિલ્લાના સુરનકોટ વિસ્તારમાં એક મંદિરની નજીક બસ સ્ટેન્ડ પાસે થયો હતો. વિસ્ફોટ અંગે કોઈ સત્તાવાર સમર્થન આપવામાં આવ્યું નથી અને કોઈ જાનહાનિ પણ થવા પામી નથી. વિસ્ફોટ પછી, પૂંછમાં બસ સ્ટેન્ડની નજીક આવેલા મંદિરની દિવાલો પર હૉલ મળી આવ્યા હતા. વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ દ્વારા ફોરેન્સિક ટીમને ઘટનાસ્થળે બોલાવી અને વિસ્ફોટ સ્થળની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી હતી.

મંદિરના પૂજારી દ્વારા વિસ્ફોટ વિશે શું જણાવવામાં આવ્યું ?

મંદિરના પૂજારી અતુલ શર્માએ જણાવ્યું હતું કે, “ગઈકાલે(બુધવારે) રાત્રે, વિસ્ફોટ લગભગ 8:50 વાગ્યે થયો હતો. અમે બધા ગેટ પર હતા, અને જોરદાર અવાજ સંભળાયો હતો. પછી મેં સ્ટેશન હાઉસ ઓફિસર (SHO)ને ફોન કર્યો, અને તેઓ સ્થળ પર આવ્યા હતા. ભારતીય સેના પણ અહીં પહોંચી હતી. ધડાકો ખૂબ જ જોરદાર હતો અને અમે બધા ડરી ગયા હતા.”

વિસ્ફોટથી જમીન પર ખાડો સર્જાયો

અહેવાલો મુજબ, વિસ્ફોટ પાછળ કોનો હાથ હતો તે સ્પષ્ટ નથી. જો કે, તે સંભવિત રીતે ગ્રેનેડ હુમલો હોઈ શકે છે, બુધવારે સવારે સલૈન ગામમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જે તે જ વિસ્તારમાં છે જ્યાં વિસ્ફોટ થયો હતો. ધરપકડ કરાયેલા લોકો પાસેથી બે પિસ્તોલ, ચાર મેગેઝીન, છ મોબાઈલ ફોન અને 2.5 લાખની રોકડ મળી આવી હતી. કેસ નોંધવામાં આવ્યો છે અને ત્રણેયની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ જુઓ :બદલે બદલે સે નજર આતે હૈ સરકાર, આખીર માજરા ક્યા હૈ?

Back to top button