કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગ

જામજોધપુર: ચાર સવારીમાં જતાં યુવાનોને અકસ્માત નડ્યો: એકનું મૃત્યુ

Text To Speech

જામનગર, 3 ડિસેમ્બર, રાજ્યમાં અકસ્માતોના બનાવ દિવસે અને દિવસે વધી રહ્યા છે જેના લીધે મૃત્યુ આંક પણ વધી રહ્યા છે ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જામજોધપુર પાસે બે વાહન અથડાતા યુવાનનું મૃત્યુ થયું છે. જામજોધપુરના પાટણ ગામના રસ્તા પરથી બાઈક ઉપર ચાર સવારીમાં જઈ રહેલા યુવાનોને અકસ્માત નડયો હતો. જેમાં ત્રણને શરીરે નાની મોટી ઈજા પહોંચતા પ્રાથમિક સારવારઅર્થે ખસેડાયા હતા.

મગફળી ભરેલા વાહન સાથે કાર અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. જેમાં પોતાના સાથીદાર સાથે મગફળી ઠાલવવા યાર્ડે જતા યુવાનને આ અકસ્માત નડયો હતો. આ બનાવમાં બાઈક ચાલક યુવાનનું ગંભીર ઈજાના કારણે મૃત્યુ નિપજયું હતું. યુવકના મૃત્યુથી તેના પરિવારમાં ભારે શોકની લાગણી ફેલાઈ છે. જેમાં ત્રણને શરીરે નાની મોટી ઈજા પહોંચતા પ્રાથમિક સારવારઅર્થે ખસેડાયા હતા. અકસ્માતના આ બનાવ અંગે પોલીસે મોટર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જામજોધપુરના પરડવા ગામે આવેલ રાજુભાઈ કારાવદરાની વાડીએ રહેતા મુકેશ ઈન્દરસિંહ બધેલ નામનો યુવાન બાઈક ચલાવી પાટણ ગામના રોડ પરથી રાહુલ કેરમભાઈ બધેલ, આકાશ મુકામભાઈ બધેલ તથા સુનિલ મુકામભાઈ બધેલ નામના અન્ય ત્રણ શખ્સને બેસાડીને જતો હતો. તે દરમ્યાન પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવતા અકસ્માત સર્જાયો હતો જેમાં રાહુલ, આકાશ અને સુનિલ નામના ત્રણ યુવાનને ઈજાઓ થઈ હતી. તેમજ આ બનાવમાં ગંભીર રીતે ઘાયલ થયેલા મુકેશ બધેલનું મૃત્યુ નિપજયું હતું. બીજી તરફ રાહુલ નામના યુવાને જામજોધપુર પોલીસમાં મૃતક મુકેશ બધેલ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો…ગુજરાત: ઓસ્ટ્રેલિયાના વિઝાની લાલચે યુવાને રૂ.21.70 લાખ ગુમાવ્યા

Back to top button