ગુજરાતટ્રેન્ડિંગ

જામજોધપુર: તાંત્રિક વિધિથી રૂપિયા ડબલ કરી દેવાની લાલચ આપી રૂ.10 લાખની છેતરપિંડી

Text To Speech
  • છેતરપિંડીના ગુનામાં એક વર્ષથી ફરાર આરોપી ઝડપાયો છે
  • આરોપીને પેરોલ ફર્લો સ્કવૉર્ડની ટીમે વાંકાનેરમાંથી ઝડપી લીધો
  • વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યા અંગેની ફરિયાદ નોંધાવાઈ

જામજોધપુરમાં તાંત્રીક વિધીથી રૂપીયા બનાવી દેવાનો ડેમો બતાવી રૂ.10 લાખની છેતરપિંડીના ગુનામાં એક વર્ષથી ફરાર આરોપી ઝડપાયો છે. જિલ્લાના જામજોધપુરમાં તાંત્રિક વિધિથી રૂપિયા ડબલ કરી દેવાની લાલચે ડેમો બતાવી છેતરપિંડી કરી 10 લાખ જેવી માતબર રકમ પડાવી લેવા અંગેના ચકચારી પ્રકરણમાં છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા આરોપીને જામનગરની પેરોલ ફર્લો સ્કવૉર્ડની ટીમે ઝડપી લીધો છે, અને શેઠ વડાળા પોલીસ મથકમાં સુપ્રત કરી દીધા છે.

વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યા અંગેની ફરિયાદ નોંધાવાઈ

જામનગર જીલ્લાના શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ- 406, 420, 114 મુજબ વર્ષ-2023માં અમદાવાદ તથા જુનાગઢના આશરે ચાર થી પાંચ ઇસમોએ જામજોધપુર તાલુકાના કલ્યાણપુરગામના ખેડૂત પરીવારને વિશ્વાસમાં લઇ તાંત્રીક વિધીથી રૂપીયા બનાવી દેવાનો ડેમો બતાવી ફરીયાદી પાસેથી કટકે, કટકે આંગડીયા પેઢી મારફતે આશરે 10 લાખ જેટલા રૂપીયા પડાવી લઇ ફરીયાદી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યા અંગેની ફરિયાદ નોંધાવાઈ હતી.

આરોપીને પેરોલ ફર્લો સ્કવૉર્ડની ટીમે વાંકાનેરમાંથી ઝડપી લીધો

આરોપી બરકતઅલી પ્યારઅલી પંજવાણી (ઉ.વ.45 રહે. ખોજા સોસાયટી મોરબી) છેલ્લા એક વર્ષથી નાસતો- ફરતો હોય જે આરોપીને પેરોલ ફર્લો સ્કવૉર્ડની ટીમે વાંકાનેરમાંથી ઝડપી લીધો છે અને તેને શેઠવડાળા પોલીસ મથકમાં સુપ્રત કરી દીધો છે.

આ પણ વાંચો: અમદાવાદ: AMCમાં 3 વર્ષ સુધી એક જ જગ્યાએ ફરજ બજાવનારાની બદલી થશે

Back to top button