કચ્છ - સૌરાષ્ટ્રટોપ ન્યૂઝ

જંબુસરની ખાનગી હોસ્પિટલમાં આગ લાગતા દોડધામ

  • ભરૂચ જીલ્લાના જંબુસરમાં ગત મોડી રાત્રે આગની દુર્ઘટના સર્જાઈ
  • આગનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં  આવી  રહ્યું છે
  • મળતી માહિતી મુજબ એસીમાં લાગેલી આગના કારણે આ દુર્ઘટના સર્જાઈ

ભરૂચ જિલ્લાના જંબુસરમાં રાતના સમયે ખાનગી હોસ્પિટલમાં આગની ઘટના બનતા દોડધામ થઈ ગઈ હતી રાત્રે આશરે 10:00 વાગ્યાની આસપાસ હોસ્પિટલમાં ધુમાડા જોવા મળતા વોર્ડમાં દોડધામ મચી હતી. આવવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : Amul vs Nandini : CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું અમૂલના બહિષ્કારની કોઈ જરૂર નથી

ભરૂચ જિલ્લાના જંબુસરમાં રાતના સમયે ખાનગી હોસ્પિટલમાં આગની ઘટના બનતા દોડધામ વચ્ચે હતી. રાતે 10:00 વાગ્યાના અરસામાં હોસ્પિટલમાં ધુમાડા જોવા મળતા બોર્ડમાં દોડધામ મચી હતી. આગનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ એસીમાં લાગેલી આગના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનાની ગંભીરતાને જોતા હોસ્પિટલના ફાયર સેફટી સિસ્ટમ ઉપરાંત ફાયર બ્રિગેડ ની ટીમ પણ મદદ દોડી આવી હતી. સમયસર ગાડી અને અન્ય વોર્ડમાં ખસેડી લેવાતા ઘટનાઓમાં કોઈ જાનહાનિ નોંધવામાં આવી નથી. તેમજ આ સમાચાર ફેલાતા દર્દીઓના સગા સંબંધીઓ પણ હોસ્પિટલ બહાર એકત્રિત થઈ ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના સમયમાં ભરૂચની એક ખાનગી હોસ્પિટલમાં આગ લાગતા 16 લોકોએ જીવ ગુમાવ્યો હતો. તેમજ ગત રાત્રે જંબુસરની આ ખાનગી હોસ્પિટલમાં આગની ઘટનાને ધ્યાનમાં લઇ પોલીસે પણ તપાસ હાથ ધરી છે.

આગ - humdekhengenews

શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનો અનુમાન

સૂત્રો અનુસાર જનરલ હોસ્પિટલ જંબુસરમાં સર્કિટને કારણે લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે આગ લાગતા તાત્કાલિક દર્દીઓને સલામત સ્થળે ખસેડી લેવાતા કોઈ જાનહાની નોંધાવી નથી તેમ જ હોસ્પિટલની ફાયર સિસ્ટમ ઉપરાંત ફાયર બ્રિગેડ પણ આગ પર કાબૂ મેળવી લીધો હતો.

વર્ષ 2021 માં ભરૂચ જિલ્લામાં હોસ્પિટલમાં આગ લાગતા 16 લોકોએ ભોગ લેવાયો

આગની ગંભીર ઘટના અગાઉ એક મે 2021 ના રોજ ભરૂચમાં જ બની હતી. ભરૂચની પટેલ વેલ્ફેર કોવિલ હોસ્પિટલમાં 1મે રોજ ભીષણ આગ લાગતા 16 લોકો જીવતા ભૂજાયા હતા. ભરૂચ ના બાઇપાસ રોડ પાસે આવેલ પટેલ વેલ્ફ હોસ્પિટલના કોવિડ વિભાગમાં મોડી રાત્રે ભેશણ આગ લાગતા દોડધામ મચી હતી તેમજ આઇસીયુ સહિત હોસ્પિટલ અનેક ભાગમાં આગ પ્રસરતા મહલ સર્જાયો હતો આ દુર્ઘટનાને પગલે 25 થી વધુ આંદોલન બચાવ કામગીરીમાં લાગી હતી તેમજ જિલ્લા પોલીસનો કાફલો અને ફાયર બ્રિગેડના વાહનો પણ ઘટના સ્થળે આગ પર કાબુ મેળવવા અને પરિસ્થિતિ પણ નિયંત્રણ મેળવવા માટે પહોંચી ગયા હતા. આ કેટલી ભંગાર હતી કે આ દુર્ઘટનામાં 16 લોકોએ જીવ ગુમાવ્યો હતો.

Back to top button