- ધણાં સમયથી કચરો લેવા કોઈ ન આવતાં લોકોમાં રોસ.
- જમાલપુરમાં સ્વચ્છતાંની ખાલી વાતો જ.
જમાલપુરઃ કહેવાય છે કે સ્વચ્છતાં ત્યાં પ્રભુતા. પરંતુ અહી તો વાત જ જાણે કંઈક અલગ છે. જમાલપુરમાં એએમટીએસ વર્કશોપ પાસે રસ્તા પર કાટમાળના ઢગલા ખડકી દેવાતા ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે. જમાલપુર એએમટીએસ વર્કશોપની બહારના ભાગે કચરાના ઢગલા જોવા મળ્યા હતા. જાણે કે કચરા ટોપલી હોય તેમ માર્ગ ૫૨ ખૂલ્લામાં કચરો ઠાલવવામાં આવતા વિસ્તારના લોકો ગંદકીને લઈને પરેશાન છે.
આ પણ વાંચો: કોઇ કારણોસર પોલીસ તમને પકડે તો આ 5 અધિકાર કરશે મદદ
એકમો સીલ કરવા સુધીની કાર્યવાહીઃ વધારે પડતી ગંદકીના કારણે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા લોકોના સ્વાસ્થ્ય પર માઠી અસર પડી રહી છે. ત્યારે ત્યાંના રહેવાસીઓ દ્વારા તંત્ર પર સવાલો ઉઠાવી રહ્યા છે કે છેલ્લાં ઘણા સમયથી મ્યુનિ. દ્વારા દુકાનોની બહાર કચરો જોઈ દુકાનદારો પાસેથી દંડ વસૂલી તેમને નોટિસ આપવાથી લઈને એકમો સીલ કરવા સુધીની કાર્યવાહી કરાઈ રહી છે. ત્યારે ખુદ મ્યુનિ. ની મિલકતોની આસપાસ ઉકરડા જેવી સ્થિતિ સર્જાતા કોની પાસેથી દંડ વસૂલાશે? તેવા વેધક સવાલો સ્થાનિકો ઉઠાવી રહ્યા છે.
ક્યારે ઉકેલાશે પ્રશ્ન?: આ ઉપરાંત જો તંત્રના પોતાના પરિસરો પાસે સફાઈનો અભાવ હોય, ત્યારે શહેરમાં સ્વચ્છતા જળવાશે કે કેમ? એવા અનેક સળગતા સવાલો વિસ્તારના લોકો કરી રહ્યા છે.