ગુજરાતટ્રેન્ડિંગ

જેલમાં જલસા ! ભરૂચ જિલ્લા જેલમાં હત્યા અને નશાકીય ગુનામાં બંધ ખૂંખાર કેદીઓ પાસેથી મળ્યા 7 મોબાઈલ

Text To Speech

ભરૂચ જેલમાં પણ કેદીઓને પુરી સુવિધા મળતી હોવાનો પર્દાફાશ થયો છે. અહીં ક્રાઈમબ્રાંચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસકર્મીઓએ કેદીનો સ્વાંગ રચી તપાસ કરી હતી. તપાસમાં હત્યા અને નશીલા પદાર્થની હેરાફેરી કરવાના ગુનામાં પકડાયેલા 3 કેદીઓ પાસેથી એક, બે કે ત્રણ નહીં પણ સાત મોબાઈલ ફોન મળી આવ્યા હતા. આ સમગ્ર મામલે ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં કુલ 7 મોબાઈલ, ઈયરફોન સહિત કુલ 12 હજાર 400 મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યા છે.

હત્યા, નશાના કારોબારી કેદીઓ પાસેથી મળ્યા મોબાઈલ ફોન
ભરૂચ પોલીસના ચેકિંગ દમિયાન નશાના કારોબારમાં જેલની સજા કાપી રહેલા જીયાંઉર રહેમાન, શૈલેન્દ્ર દીપક ગોસાવી અને હત્યાના ગુનામાં જેલમાં બંધ સંજય મંગળ ઉર્ફે મંગાભાઈ વસાવા પાસેથી તેમજ અન્ય બેરેકમાં છુપાવાયેલા મોબાઈલ ફોન અને ઈયરફોન મળી આવ્યા છે. જેમાં 7 મોબાઈલ, 5 સીમકાર્ડ, 2 ઈયર ફોન, 1 ઈયરબડ્સ અને એક મોબાઈલ ચાર્જર જપ્ત કરવામાં આવ્યા છે.

માર્ચ અને એપ્રિલમાં જ જેલમાંથી મળ્યા 11 મોબાઈલ ફોન
માર્ચ અને એપ્રિલ એમ બે મહિનામાં મોબાઈલ ફોન પકડાવવાનો આ બીજો બનાવ છે. અગાઉ પણ ખૂંંખાર કેદીઓ પાસેથી મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે. જો કે અહીં સવાલ એ છે કે 24 કલાકની હાઈ સિક્યુરિટી વચ્ચે પણ જેલમાં મોબાઈલ આવે છે ક્યાંથી, જેલમાં મોબાઈલનો ઉપયોગ કરીને આ કેદીઓ શું કોઈ મોટું ગુનાખોરીનું નેટવર્ક ચલાવે છે કે કેમ તે મુદ્દે ઉંડાણપૂર્વકની તપાસ થાય તો જેલના પણ કેટલાક અધિકારી, કર્મચારીઓની સંડોવણી ખુલી શકે તેમ છે.

 

Back to top button