ટોપ ન્યૂઝનેશનલ

જલપાઈગુડીઃ શાંત નદીમાં પૂર કઈ રીતે આવ્યું? દુર્ગા વિસર્જન કરવા ગયેલા 8 લોકોના મોત

Text To Speech

પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં મા દુર્ગાની મૂર્તિના વિસર્જન દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મૂર્તિ વિસર્જન દરમિયાન મલ નદીમાં ધસમસતા પાણીમાં તણાઈ જતાં 8 લોકોનાં મોત થયાં હતાં. જલપાઈગુડીના એસપી દેવર્ષિ દત્તાએ જણાવ્યું હતું કે 20-25 લોકો હજુ પણ ગુમ છે. દુર્ઘટનાની માહિતી મળતાં જ NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.

FLASH FLOOD
પશ્ચિમ બંગાળના જલપાઈગુડીના માલ નદીમાં બુધવારે રાત્રે લોકો મા દુર્ગાની પ્રતિમા વિસર્જન કરી રહ્યાં હતા. સેંકડોની ભીડમાં નદીમાં ઉતરી હતી.

જોતજોતમાં હતું નહતું થઈ ગયું
પશ્ચિમ બંગાળના જલપાઈગુડીના માલ નદીમાં બુધવારે રાત્રે લોકો મા દુર્ગાની પ્રતિમા વિસર્જન કરી રહ્યાં હતા. સેંકડોની ભીડમાં નદીમાં ઉતરી હતી. નદીમાં પાણીની સપાટી પણ ઘણી ઓછી હતી. લોકો પૂજા અર્ચના કરતાં મા દુર્ગાને વિદાઈ આપી રહ્યાં હતા. ત્યારે અચાનક જ લોકોની બૂમાબૂમ અને ચીસો સાંભળવા મળી. લોકો નદીમાંથી નીકળવાનો વ્યર્થ પ્રયાસ કરવા લાગ્યા. લાઉડસ્પીકરમાંથી જાહેરાત કરવામાં આવવા લાગી કે દરેક લોકોના પોતા સગાં-સંબંધીઓની પકડી લે અને તાત્કાલિક સુરક્ષિત સ્થાન પર જતા રહે.

હકિકતમાં જે માલ નદીનું પાણી શાંત હતું અને સપાટી ઓછી હતી ત્યાં અચાનક જ ધસમસતું પાણી આવી ગયું. નદીનું પાણી જે પહેલાં ઘુંટણ સુધી હતું તેમાં લોકો ડૂબવા લાગ્યા. પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે લોકોને કંઈ સમજાયું જ નહીં. જોતજોતમાં લોકો આ પૂરમાં ડૂબવા લાગ્યા. આ ઘટનામાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે ઘણાં લોકો ગુમ છે. આ ઘટના બુધવાર રાત્રે 8:30 વાગ્યાની છે.

જલપાઈગુડીના મેજિસ્ટ્રેટ મૌમિતા ગોદરાએ ઘટનાની જાણકારી આપતા કહ્યું, “નદીમાં અચાનક જ ફ્લેશ ફ્લડ આવી ગયું અને લોકો તેમાં તણાવા લાગ્યા. અત્યાર સુધીમાં 8 લોકોના મૃતદેહ મળી આવ્યા છે, લગભગ 50 લોકોને બચાવવામાં આવ્યા છે.” 13 લોકો હોસ્પિટલમાં દાખલ છે.

માલ ક્ષેત્રના ધારાસભ્ય બુલુ ચિક બડાઈકે કહ્યું કે પાણીનો પ્રવાહ ઘણો જ હતો અને જોતજોતમાં જ લોકો તેમાં તણાવા લાગ્યા. તેમને આશંકા છે કે આ ઘટનામાં અનેક લોકો મોતને ભેટ્યા છે. નદીમાં પાણીનો પ્રવાહ ઘટશે તે બાદ જ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરાશે.

PM મોદીએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો
PM મોદીએ જલપાઈગુડી દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. PMOએ ટ્વીટ કરીને કહ્યું હતું કે દુર્ગા પૂજા ઉત્સવ દરમિયાન દુર્ઘટનાથી દુઃખી છું. જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના.

કઈ રીતે આવે છે ફ્લેશ ફ્લડ?
જલપાઈગુડી પશ્ચિમ બંગાળના ઉત્તરમાં આવેલું છે. આ પહાડી જિલ્લામાં ચાના બગીચા છે. પહાડી ઢોળાવ હોવાને કારણે વરસાદ પછી પાણીનો ધસમસતો પ્રવાહ નીચે ઉતરે છે અને નદીમાં સમાય જાય છે. આ કારણે ત્યાં માલ નદીમાં વારંવાર ફ્લેશ ફ્લડ આવે છે.

વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ જ્યારે કોઈ એક વિસ્તારમાં ભારે વરસાદ પડે છે, તો નદીઓ, ડેમ કે સરોવર ઓવરફ્લો થઈ જાય છે. આ પાણી પ્રવાહ રોકવા માટે બનાવવામાં આવેલી આડશને તોડીને જોરદાર પ્રવાહ સાથે આગળ વધે છે. ફ્લેશ હંમેશા ઉપરના વિસ્તારમાંથી નીચે તરફ તેજીથી આવે છે. પ્રચંડ ધારા હોવાને કારણે પાણી પોતાના રસ્તામાં આવતી તમામ વસ્તુઓ નષ્ટ કરીને આગળ વધે છે.

માલ નદીમાં ફ્લેશ ફ્લડ આવવાને કારણે કોઈ ઉપરના વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સરોવર કે ડેમના કિનારે નુકસાન, વાદળ ફાટ્યું જેવી કોઈ પણ ઘટના ઘટી હશે. અને આ કારણસર જ શાંત નદીમાં અચાનક પૂર આવ્યું હતું.

Back to top button