“બાય, બાય, દિકુ, ખુશ રેહજે…”, ગર્લફ્રેન્ડનો મેસેજ વાંચી કરી લીધુ સુસાઈડ, દોઢ મહિના પછી ખુલ્યું રહસ્ય

રાજસ્થાનમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જે તમને ચોંકાવી દેશે. જાલોરમાં રહેતી એક યુવતીએ તેના બોયફ્રેન્ડને તેના મોબાઇલ ફોન પર ઝેરની બોટલનો ફોટો મોકલ્યો. મેસેજમાં લખ્યું હતું, “બાય, બાય, દિકુ, ખુશ રેહજે.” બોયફ્રેન્ડને લાગ્યું કે તે આત્મહત્યા કરવા જઈ રહી છે. ત્યારબાદ તેણે પોતાનો જ જીવ લઈ લીધો. આ ઘટના દોઢ મહિના પહેલા બની હતી, પરંતુ આત્મહત્યાનું કારણ હવે સામે આવ્યું છે.
રાજસ્થાનના જાલોરમાં, 21 વર્ષીય સુરેશ કુમાર મેઘવાલે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. હવે, દોઢ મહિના પછી, સુરેશના પિતાએ હત્યા માટે ઉશ્કેરણીની FIR નોંધાવી છે. તેમણે સુરેશની ગર્લફ્રેન્ડ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, “મારા દીકરાએ તેની ગર્લફ્રેન્ડની ઉશ્કેરણીથી આત્મહત્યા કરી લીધી.”
આ ઘટના આહોરના ગોદાન ગામની છે. 29 નવેમ્બર, 2025 ના રોજ સુરેશનો મૃતદેહ તેના રૂમમાં પંખા સાથે લટકતો મળી આવ્યો હતો. લાશ જોઈ પરિવાર ચોંકી ગયો હતો. પછી પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી. પોલીસે મૃતદેહનો કબજો લીધો અને પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. આ કેસ આત્મહત્યા ગણીને બંધ કરી દેવામાં આવ્યો હતો. જોકે, દોઢ મહિના પછી, જ્યારે સુરેશના પિતા તેના કબાટમાં કેટલીક વસ્તુઓ મૂકી રહ્યા હતા, ત્યારે તેમને એક લેટર મળ્યો.
લેટર વાંચીને તેઓ ચોંકી ગયા. તે સુરેશની સુસાઇડ નોટ હતી. સુસાઇડ નોટમાં તેણે તેની ગર્લફ્રેન્ડને પોતાનો પહેલો અને છેલ્લો પ્રેમ ગણાવ્યો છે. તેણે લખ્યું હતું કે તે તેને પોતાની પત્ની માને છે અને તેની સાથે ભવિષ્યના ઘણા સપના પણ જોયા હતા. નોટમાં એમ પણ લખ્યુ હતું કે જ્યારે તે તેની ગર્લફ્રેન્ડ સાથે વાત કરી શકતો ન હતો, ત્યારે તે આખી આખી રાત રડતો રહેતો હતો. અંતે, તેણે લખ્યું, “કોઈ બાત નહીં મેરી જાન…અબ મેં અલવિદા કહ રહા હું. ગુડબાય, માય લવ.”

ગર્લફ્રેન્ડે મોકલ્યો હતો ભાવનાત્મક મેસેજ
સુરેશના પિતાએ જણાવ્યું, “મારો દીકરો જે છોકરીને પ્રેમ કરતો હતો તે અમારા સંબંધમાં થાય છે. તેથી, તેમના લગ્ન થઈ શકે તેમ નહોતા. બંને પરિવારો આ સંબંધની વિરુદ્ધ હતા. અમે સુરેશને ઘણી વાર સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ છોકરી મારા દીકરાને મેસેજ કરતી રહી. સુરેશની માતા છોકરીના ઘરે પણ ગઈ હતી અને તેને સંપર્ક ન કરવા વારંવાર સમજાવી હતી.”
પછી એક દિવસ, છોકરીએ સુરેશને તેના મોબાઇલ ફોન પર ઝેરની બોટલનો ફોટો મોકલ્યો. તેણે તેની સાથે મેસેજ લખ્યો, “ગુડબાય, દિકુ, ખુશ રહેજે. હું તને ખૂબ તકલીફ આપું છું, નહીં? હવે તને જે ઠીક લાગે તે કરજે.” આ મેસેજ વાંચ્યા પછી, સુરેશે માની લીધુ કે તેની ગર્લફ્રેન્ડ ઝેર ખાઈને આત્મહત્યા કરવા જઈ રહી છે. પછી, તેણે પોતે જ આત્મહત્યા કરી લીધી.
આ પણ વાંચો: એલર્ટ! દિલ્હી એરપોર્ટ 6 દિવસ માટે બંધ રહેશે, જાણો કેમ જારી કરવામાં આવ્યું NOTAM











