ગુજરાતટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાત

ISIS મોડ્યુલ કેસને લઈને સુરતમાં જલીલની બીજા દિવસે શંકાના આધારે પૂછપરછ

Text To Speech

ગુજરાત એટીએસ અને એનઆઈએ દ્વારા દેશભરમાં દેશ વિરોધી ચાલતી ગતિવિધિઓ પર નજર રાખવામાં આવે છે. કોઈપણ વ્યક્તિ દેશ વિરોધી કૃત્ય કરતા હોય તો તેની તપાસના આધારે તેની પૂછપરછ કરીને કામગીરી કરતી હોય છે. એનઆઈએ દ્વારા આજે ગુજરાત સહિત 6 રાજ્યમાં ISIS મોડ્યુલ કેસને લઈને કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં ગતરોજ જલીલની પૂછપરછ કરવામાં આવી હતી.બાદમાં રાત્રે તેને જવા દેવાયો હતો. જો કે આજે ફરી એસઓજીની ઓફિસ ખાતે જલીલને બોલાવીને પૂછપરછ શરૂ કરવામાં આવી છે. એનઆઈએ અને એટીએસની કાર્યવાહીને લઇને શહેરમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે.

જલીલ મદ્રેસામાં શિક્ષક

હાલમાં જલીલ મદ્રેસામાં બાળકોને ઉર્દૂ ભણાવે છે. ધોરણ 10 સુધી જલીલ ભણેલો છે. અગાઉ જલીલ રીક્ષા ચલાવતો હતો. આ સાથે જલીલ કાપડની દલાલીનું પણ કામ કરતો હોવાનું સામે આવ્યું છે. જલીલના સોશિયલ મીડિયા એકાઉન્ટની કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.જલીલ યુપીમાં એક વર્ષ પહેલા જમાતમાં ગયો હતો ત્યા તે સંપર્કમાં દેશ વિરોધી તત્વોના આવ્યો હોવાની વાત સામે આવી રહી છે.

જલીલના મિત્રની પણ તપાસ થઈ હતી

જલીલના મિત્રને પણ ગતરોજ ઉંચકી લેવામાં આવ્યો હતો. તેની પણ બે કલાક સુધી તપાસ એજન્સીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. બાદમાં સાંજના સમયે તેને છોડી મૂકવામાં આવ્યો હતો. જલીલના 21 વર્ષીય મિત્રની પણ તપાસ એજન્સીઓ દ્વારા તપાસ અને સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ કરવામાં આવી રહી છે.

કર્ણાટક મુદ્દે તપાસ

કર્ણાટકમાં પકડાયેલા આતંકીની પૂછપરછમાં જલીલ સહિત 2 જણાના નામ સામે આવ્યાં હતાં. એનઆઈએના સ્ટાફે જલીલને વર્ષ 2021ના કર્ણાટક કનેક્શન બાબતે પૂછપરછ શરૂ કરી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. જલીલ પાસેથી મળેલા ફોનમાં દેશ વિરોધી સાહિત્ય હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Back to top button