ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

જયસ્વાલે રચ્ચો ઈતિહાસ, રોહિત શર્માનો રેકોર્ડ તોડી મચાવ્યો ખળભળાટ

Text To Speech

મેલબોર્ન, તા. 30 ડિસેમ્બર, 2024: યશસ્વી જયસ્વાલે મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં અડધી સદી ફટકારી હતી. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં જયસ્વાલનો આ ત્રીજો 50થી વધુનો સ્કોર હતો. આ સિવાય જયસ્વાલે રોહિત શર્માનો ખાસ રેકોર્ડ પણ તોડ્યો હતો. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના ઈતિહાસમાં જયસ્વાલની આ 10મી અડધી સદી હતી. આમ કરીને જયસ્વાલ હવે રોહિત શર્માથી આગળ નીકળી ગયો હતો. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના ઈતિહાસમાં રોહિતે કુલ 8 અડધી સદી ફટકારી છે. તે જ સમયે, જયસ્વાલે હવે 10 અડધી સદી ફટકારી છે.

ચેતેશ્વર પૂજારાએ ભારત તરફથી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. પૂજારાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના ઈતિહાસમાં 15 અડધી સદી ફટકારી છે. કોહલીએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના ઈતિહાસમાં 11 અડધી સદી ફટકારી છે.
ડબ્લ્યુટીસીના ઈતિહાસમાં સૌથી વધુ અડધી સદી ફટકારવાનો રેકોર્ડ માર્નસ લાબુશેનના નામે છે. ડબલ્યુટીસીના ઈતિહાસમાં લાબુશેને કુલ 22 અડધી સદી ફટકારી છે.


બુમરાહે પાંચ વિકેટ ઝડપી

બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 234 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ભારતને જીતવા માટે 340 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારત તરફથી જસપ્રીત બુમરાહે 57 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી, જ્યારે મોહમ્મદ સિરાજે ત્રણ વિકેટ ઝડપી હતી. બુમરાહે રવિવારે પોતાની 200 વિકેટ પણ પૂરી કરી હતી.

9 વિકેટે 228 રનના સ્કોર સાથે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન નાથન લિયોન (55 બોલમાં 41 રન) અને સ્કોટ બોલાન્ડ (74 બોલમાં અણનમ 15 રન) એ વધુ છ રન જોડ્યા હતા. બુમરાહે લિયોનને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાની ઈનિંગનો અંત આણ્યો હતો. ઓસ્ટ્રેલિયાના 474 રનના જવાબમાં ભારતે પહેલી ઈનિંગમાં 369 રન બનાવ્યા હતા.

આ પણ વાંચોઃ જસપ્રીત બુમરાહે રચ્યો ઈતિહાસ, સૌથી ઝડપી 200 વિકેટ લેનાર ભારતીય બન્યો

Back to top button