લંડનમાં ખાલિસ્તાની સમર્થકોએ હોબાળો મચાવ્યો, વિદેશ મંત્રી જયશંકરની કાર રોકવાનો પ્રયાસ કર્યો


લંડન, 06 માર્ચ 2025: વિદેશ મંત્રી એસ. જયશંકર હાલમાં લંડનમાં છે. તેમણે અહીં ચૈથમ હાઉસ થિંક ટેન્કમાં એક ખાસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પણ આ કાર્યક્રમ બાદ જેવું તેઓ પોતાની કાર તરફ આગળ વધ્યા, ત્યાં પહેલાથી વિરોધ કરી રહેલા ખાલિસ્તાની પ્રદર્શનકારીઓએ તેમને જોઈ નારા લગાવવાનું શરુ કરી દીધું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
બ્રિટન અને આયરલેન્ડના છ દિવસના પ્રવાસ દરમ્યાન વિદેશ મંત્રી જયશંકરે લંડનના ચૈથમ હાઉસ થિંક ટેન્કમાં ભારતના ઉદય અને વિશ્વમાં ભૂમિકા પર એક કાર્યક્રમમાં ભાગ લીધો. આ દરમ્યાન તેમણે કાશ્મીરથી લઈને રેસિપ્રોકેલ ટેરિફ અને ટ્રમ્પની નીતિઓ પર ખુલીને વાત કરી.
#WATCH | London, UK | Pro-Khalistan supporters staged a protest outside the venue where EAM Dr S Jaishankar participated in a discussion held by Chatham House pic.twitter.com/ISVMZa3DdT
— ANI (@ANI) March 6, 2025
પણ આ કાર્યક્રમ બાદ તેઓ જેવા બિલ્ડિંગમાંથી બહાર નીકળ્યા, ત્યાં ખાલિસ્તાની ઝંડા લઈને ઊભેલા સમર્થક પહેલાથી જ નારેબાજી કરી રહ્યા હતા. જેવું જયશંકર પોતાની કાર તરફ વધ્યા. એક ખાલિસ્તાની પ્રદર્શકે દોડતા તેમની કારનો રસ્તો રોકી લીધો. જો કે ત્યાં હાજર સુરક્ષાકર્મીઓએ આ શખ્સને ત્યાંથી હટાવ્યો હતો.
વિદેશ મંત્રી એસ જયશંકર દ્વિપક્ષીય સહયોગને વધારવા માટે બ્રિટન અને આયરલેન્ડના છ દિવસના પ્રવાસ પર છે. તેઓ આ દરમ્યાન સૌથી પહેલા લંડન પહોંચ્યા, જ્યાં તેમણે બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટાર્મર અને વિદેશ મંત્રી ડેવિડ લૈમી સાથે મુલાકાત કરી હતી.
આ પણ વાંચો: બંધકોને તાત્કાલિક મુક્ત કરો, નહીંતર બધું ખતમ થઈ જશે:ડોનાલ્ડ ટ્રમ્પે હમાસને લાસ્ટ વોર્નિંગ આપી દીધી