જયપુરનો અનોખો કિસ્સો: એક છોકરીને બીજી છોકરી સાથે પ્રેમ થતાં જેન્ડર ચેન્જ કરી છોકરો બન્યો, બાદમાં બંનેએ લગ્ન કર્યા
જયપુર, 27 જાન્યુઆરી 2025: રાજસ્થાનના જયપુરમાંથી એક યુવતીએ લિંગ પરિવર્તન કરીને પોતાની બહેનપણી સાથે લગ્ન કરી લીધા છે. જેન્ડર ચેન્જ કરાવનારી આ યુવકી લગભગ 7 વર્ષ પહેલા જયપુરની આ છોકરીના પ્રેમમાં પાગલ થઈ હતી. બાદમાં તેણે આ છોકરી માટે થઈને જેન્ડર ચેન્જ કરવાનો નિર્ણય લીધો. મધ્ય પ્રદેશના ઈન્દોરમાં 15 લાખનો ખર્ચ કરીને તેણે પોતાનું જેન્ડર બદલાવી નાખ્યું છે.
આર્ય સમાજમાં લગ્ન કર્યા બાદ બંને મથુરામાં પતિ-પત્ની તરીકે ભાડાના મકાનમાં રહેવા લાગ્યા. જયપુરના સાંગાનેર પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ નોંધાતા પોલીસ બંનેને શોધવા માટે મથુરા પહોંચી ગઈ હતી. પોલીસ આ બંનેને પકડીને બાદમં જયપુર લાવી અને બંને પુખ્તવયના હોવાના નાતે સાથે રહેવાની સહમતિ દર્શાવી. પોલીસે બંને પાસેથી લેખિતમાં સહમતિ પત્ર લખાવીને છોડી મુક્યા હતા.
હકીકતમાં જોઈએ તો, ભરતપુરની રહેવાસી સવિતા 2017માં પોતાની બહેન સાથે જયપુર ભણવા ગઈ હતી. જયપુરના સાંગાનેરમાં ભાડે રહીને સવિતા કોચિંગ કરતી હતી. આ દરમ્યાન તેની બાજુમાં રહેતી મમતા (બદલાવેલું નામ) સાથે દોસ્તી થઈ ગઈ. સારી બહેનપણી હોવાના કારણે બંનેનો મોટા ભાગે સાથે રહેતી. બંને એક બીજાને પ્રેમ કરવા લાગ્યા.
પોલીસના જણાવ્યા અનુસાર, કોરોના કાળના કારણે બંને અલગ થઈ ગઈ, પણ ફોન પર હંમેશા વાત થતી. 2021માં કોરોના કાળ ખતમ થતાં સવિતા અને મમતાની મુલાકાત થવા લાગી. બંને વચ્ચે દોસ્તી એટલી ગાઢ થઈ ગઈ કે તેમણે લગ્ન કરવાનો નિર્ણય લીધો. તેથી તેમણે પતિ-પત્ની તરીકે સાથે રહેવાનો નિર્ણય લીધો. બાદમાં જેન્ડર ચેન્જ કરવાની વાત થઈ.
હેડ કોન્સ્ટેબલ બાબૂલાલના જણાવ્યા અનુસાર, બંનેમાં વાતચીત શરુ થઈ તો સવિતાએ જેન્ડર બદલાવીને છોકરીમાંથી છોકરો બની ગઈ. જેન્ડર ચેન્જ કરાવીને સવિતા લલિતસિંહ બની ગઈ.
જેન્ડર ચેન્જ કર્યા બાદ છોકરીમાંથી છોકરો બનેલા સવિતાએ ડોક્યુમેન્ટમાં લલિત સિંહનું નામ કરાવી નાખ્યું અને સાથે જીવન વિતાવવા માટે સહમતિથી બંનેએ આર્ય સમાજ વૈદિક સંસ્થામાં વૈદિક મંત્રોચ્ચારણ સાથે 24 નવેમ્બર 2024ના રોજ લગ્ન કરી લીધા.
આ પણ વાંચો: આજે સોના-ચાંદી ખરીદવાની છે શાનદાર તક, જાણો આજના નવીનતમ ભાવ