નેશનલ

પતિ સાથે હનીમૂન પર ગયેલી દુલ્હન ઈન્ટરવલ દરમિયાન થિયેટરમાંથી ભાગી ગઈ, કારણ જાણી ચોંકી જશો

Text To Speech

HD ન્યુઝ ડેસ્કઃ રાજસ્થાનના જયપુરમાંથી એક ખૂબ જ વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પતિ તેની પત્નીના ગુમ થયાની ફરિયાદ નોંધાવવા પોલીસ પાસે ગયો હતો. અહીં વાત એવી છે લગ્નના 7 દિવસ બાદ તેની પત્ની સાથે હનીમૂન માટે જયપુર આવ્યો હતો. અહીં તેણે હોટલમાં રૂમ બુક કરાવ્યો હતો. પછી એક મોલમાં પત્ની સાથે મૂવી જોવાનો પ્લાન બનાવ્યો. તેણે બપોરે 12 વાગ્યાના શો માટે ટિકિટ બુક કરાવી હતી.

પત્ની ભાગી ગઈઃ ત્યારબાદ પતિ-પત્ની ફિલ્મ જોવા ગયા હતા. જ્યારે ફિલ્મનો ઇન્ટરવલ પડ્યો ત્યારે પતિ તેની પત્ની માટે ખાવા-પીવાની વસ્તુઓ ખરીદવા ગયો હતો. દરમિયાન તેની પત્ની તેને થિયેટરમાં જ એકલો છોડીને ભાગી ગઇ હતી. પતિ પાછો ફર્યો તો તેણે જોયું કે તેની પત્ની ત્યાં નથી જેથી ગભરાઈને થિયેટરમાં અને મોલમાં તેની પત્નીની શોધ કરી હતી પરંતુ તેણી ક્યાંય મળી નહોતી.

જાણો શું છે કારણઃ તેણે પત્નીને ઘણી વાર ફોન કર્યો પરંતુ ફોન સ્વીચ ઓફ આવતો હતો. અનિચ્છનીય બનાવના ડરથી 33 વર્ષીય પતિ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. તેણે આખી વાત પોલીસને જણાવી અને તેની પત્નીના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પતિની ફરિયાદ બાદ પોલીસ હજુ પરિણીત મહિલાને શોધી રહી હતી ત્યાં યુવતી પોતે પોલીસ સ્ટેશન પહોંચી ગઈ હતી. તેણે કહ્યું કે તે આ લગ્નથી ખુશ નથી. એટલા માટે તે તેના પતિને છોડીને થિયેટરમાંથી ભાગી ગઈ હતી.

આ પણ વાંચોઃ Video : જો તમારા બાળક પણ સાયકલ ચલાવે છે તો વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો !

Back to top button