ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

સુરતમાં જૈન સમુદાયનો વિરોધ, ભક્તોને પોલીસ દ્વારા કલેકટર કચેરીથી બહાર કાઢવામાં આવ્યા

  • પાવાગઢમાં જૈન ભગવાનની પ્રતિમાઓ ખંડિત થતા વિવાદ થયો
  • જૈન તિર્થંકરોની પ્રાચીન પ્રતિમાઓ હટાવવામાં આવતા જૈન સમાજમાં વ્યાપક રોષ
  • પોલીસનું કહેવું છે ધરણા માટે પરવાનગી લઈ કાર્યક્રમ કરો

સુરતમાં જૈન સમુદાયનો વિરોધ ઉગ્ર થયો છે. જેમાં ભક્તોને પોલીસ દ્વારા કલેકટર કચેરીથી બહાર કાઢવામાં આવ્યા છે. તેમાં જૈન સમુદાયના આગેવાન મુંબઈથી આવ્યા છે. તેમજ જૈન સમુદાયના મહારાજ સ્વામીઓ પોતાની માગ પર અડગ છે. તથા પોલીસનું કહેવું છે ધરણા માટે પરવાનગી લઈ કાર્યક્રમ કરો. જેમાં પાવાગઢમાં જૈન ભગવાનની પ્રતિમાઓ ખંડિત થતા વિવાદ થયો છે.

આ પણ વાંચો: ગઢડા સ્વામિનારાયણ મંદિરનો વધુ એક વિવાદ, સ્વામી જ્ઞાનજીવનદાસ સામે અમદાવાદમાં ફરિયાદ નોંધાઇ 

જૈન સમુદાયના મહારાજ સ્વામીઓ પોતાની માગ પર અડગ છે

છેલ્લા દોઢ કલાકથી જૈન સમાજના મહારાજ સ્વામી સાથે પોલીસની વાતચીત ચાલી રહી છે. જેમાં જૈન સમુદાયના મહારાજ સ્વામીઓ પોતાની માગ પર અડગ છે. તેમજ જૈન સમુદાયના ઉચ્ચ આગેવાન મુંબઈથી આવ્યા છે. મુંબઈથી આવેલ આગેવાન સાથે કલેકટર કચેરીએ ધરણા પર બેઠેલ મહારાજ સ્વામી સાથે વાતચીત ચાલી રહી છે. કલેકટર કચેરી બહાર જૈન સમાજના સમુદાયોનો ખડકલો છે. તેમજ પોલીસે કલેકટર કચેરીની અંદર બેઠેલા જૈનોને બહાર કાઢ્યા છે. હાલ કલકેટર કચેરી કેમ્પસમાં માત્ર જૈન મહારાજ સાહેબો જ હાજર છે. તેમાં પોલીસનું કહેવું છે ધરણા માટે પરવાનગી લઈ કાર્યક્રમ કરો.

જૈન તિર્થંકરોની પ્રાચીન પ્રતિમાઓ હટાવવામાં આવતા જૈન સમાજમાં વ્યાપક રોષ

પાવાગઢમાં જૈન ભગવાનની પ્રતિમાઓ ખંડિત થતા વિવાદ થયો છે. પાવાગઢમાં મહાકાળી માતાના મંદિર પાસે આવેલા જૂના પગથિયા પાસે રાખેલી જૈન તિર્થંકરોની પ્રાચીન પ્રતિમાઓ હટાવવામાં આવતા જૈન સમાજમાં વ્યાપક રોષ છે. ન માત્ર ગુજરાતના જ, પરંતુ બહાર વસતા જૈન સમાજના લોકો આ ઘટનાથી ભારે આક્રોશમાં છે. જૈન તિર્થંકરોની પ્રતિમાને ફરીથી ત્યાં જ સ્થાપિત કરવા માગ કરવામાં આવી છે. પાવાગઢ મંદિર ટ્રસ્ટ સામે જૈન સમાજે આક્રોશ વ્યક્ત કર્યો છે. પાવાગઢ પોલીસ સ્ટેશનમાં જૈન અગ્રણીઓએ મૂર્તિઓ પુનઃ સ્થાપિત કરવા રજૂઆત કરી છે. એટલું જ નહીં સુરતમાં રાત્રે કલેક્ટર કચેરી સામે વિરોધ નોંધાવામાં આવ્યો છે. જૈન સમાજના મહારાજ સાહેબે તપાસ કરી કાર્યવાહીની માગ કરી છે. એટલું જ નહીં રાત્રે જ કલેક્ટર કચેરીએ અધિકારીને આવેદન અપાયું છે.

Back to top button