ભાભરમા સાધ્વીજીની છેડતી મુદ્દે જૈન સમાજના અગ્રણીઓએ ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી
- જૈન સાધ્વીની છેડતી કરનારા શખ્સનો પોલીસે સ્કેચ તૈયાર કર્યો
- કોંગ્રેસના સાંસદ ગેનીબેને આરોપીઓને 24 કલાકમાં પકડવા અલ્ટીમેટમ આપ્યું
ભાભર, 21 ઓગસ્ટ 2024, પંથકમાં બે દિવસ અગાઉ જૈન સાધ્વીની છેડતી મુદ્દે સમગ્ર જૈન સમાજમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. જેથી આરોપીઓને પકડવા જૈન સમાજ દ્વારા તેમજ અન્ય સમાજ દ્વારા પોલીસ દ્વારા શંકાસ્પદ આરોપીનો સ્કેચ તૈયાર કરી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે. કોંગ્રસના સાંસદ ગેનીબેન ઠાકોરે પોલીસને 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું. આરોપીઓ નહીં પકડાય તો જૈન સાધુઓ સાથે મળી આગળની રણનીતિ ઘડવામાં આવશે એવી ચીમકી પણ ઉચ્ચારાઈ હતી.
પોલીસે આરોપીઓનો સ્કેચ તૈયાર કર્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે ભાભર પંથકમાં જૈન સમાજના સાધ્વીજીની છેડતીના મુદ્દે સમગ્ર જૈન સમાજ તેમજ અન્ય સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે. બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા પોલીસને 24 કલાકનું અલ્ટીમેટ આપી આરોપીઓને ઝડપી લેવા માંગ કરવામાં આવી છે અને જો નહીં પકડાય તો જૈન સમાજ સાથે ભલામણ કરી પોલીસ મથકે ધરણા કરવાની પણ ચીમકી આપવામાં આવી છે.બનાસકાંઠા પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી આરોપી ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ દ્વારા શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે. પોલીસે શંકાસ્પદ વ્યક્તિનો એક સ્કેચ તૈયાર કરવામાં આવ્યો છે. જેને સોશિયલ મીડિયામાં વાયરલ કરી આ શખ્સ ક્યાંય નજરે પડે તો પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.
પોલીસે શકમંદોના સ્કેચ જાહેર કર્યા
સાધ્વીજી સાથે બનેલી ઘટના મામલે જૈન સમાજમાં આક્રોશ છે ત્યારે જૈન સમાજના અગ્રણી હાર્દિક હુંડિયા સહિત જૈન આગેવાનોએ આ મામલે ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે. સમાજના અગ્રણીએ જાહેર કર્યુહતુંકે આ મામલે રાજ્યના મુખ્યમંત્રી તથા ગૃહમંત્રીને જૈન સાધ્વીઓ અને સાધુઓની યોગ્ય સુરક્ષા માટે ડેલીગેશન રૂબરૂ રજૂઆત કરશે.બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, અમારી પાસે પીડિતાની ફરિયાદનાં વર્ણન મુજબનો શકમંદ આરોપીનો સ્કેચ તૈયાર છે. આ મામલે એલસીબી, એસઓજી, સાઇબર ટીમ તેમજ પેરોલ ફલી સ્કોડ સહિતની વિવિધ પાંચ ટીમો સતત સ્ટેન્ડ ટુ મોડમાં શકમંદોની પૂછપરછ અને તપાસ કરી રહી છે. દરેક વિસ્તારના સીસીટીવી ચકાસવામાં આવી રહ્યા છે. અમોએ મહત્વની સફળતામાં એક શકમંદનો સ્કેચ જાહેર કર્યા છે. અને ટૂંક સમયમાં આરોપીઓ ઝડપી પાડીશું.
સાંસદ ગેનીબેન ઠાકોરે પોલીસને અલ્ટીમેટમ આપ્યું
બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ભાભર પંથકની સાધ્વીજી સાથે બનેલી ઘટના બહુ ગંભીર છે. જેથી સાધ્વીજી સાથે છેડતી કરનાર આરોપીને ઝડપથી પકડી લેવામાં આવે તેવી માંગ છે. જો આરોપીને 24 કલાકમાં નહિ પકડવામાં આવે તો જૈન સાધુઓ સાથે મુલાકાત કરી તેમની માગણી મુજબ આગળની રણનીતિ ઘડી ઉગ્ર વિરોધ કરવામાં આવશે. જ્યારે આ બાબતે ભાભરના જૈન દેરાસર ખાતે પણ મુલાકાત કરી આ ઘટનાને લઇ આગળની શું કાર્યવાહી કરવી તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ દ્વારા તત્કાલિક આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે.
આ પણ વાંચોઃબનાસકાંઠા જિલ્લામાં શાળામાં સતત ગેરહાજર રહેનારા વધુ 9 શિક્ષકોને બરતરફ કરાયા