ઉત્તર ગુજરાત

જૈન મંદિરોમાં તોડફોડના મામલે પાલનપુરમાં જૈન સમાજ ઉતર્યો રસ્તા પર

Text To Speech

પાલનપુર : પાલનપુરમાં જૈન સમાજ રસ્તા પર ઉતરી રેલી સ્વરૂપે કલેકટરને આવેદનપત્ર પાઠવી અસામાજિક તત્વો ઉપર કડક કાર્યવાહીની માંગ કરી છે.પાલીતાણામાં અસામાજિક તત્વો દ્વારા જૈન દેરાસરમાં તોડફોડ કરવામાં આવી હતી. જેને લઇ જૈન સમાજમાં ભારે રોષ ભભુકી ઉઠ્યો છે. જૈન દેરાસરમાં તોડફોડ કરવાના મામલાને લઈ પાલનપુરમાં જૈન સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

કલેકટરને આવેદનપત્ર પાઠવી અસામાજિક તત્વો સામે કડક પગલાં ભરવા માંગ

જેમાં જૈન સમાજે ગઠામણ દરવાજા થી રેલી યોજી કલેકટર કચેરી પહોંચી હતી. જ્યાં બનાસકાંઠા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી અસામાજિક તત્વો સામે કડકમાં કડક સજા કરવા માંગ કરી છે. મોટી સંખ્યામાં જૈન સમાજની મહિલાઓ પણ આ રેલીમાં જોડાઈ હતી. રેલીમાં જોડાયેલા લોકોએ જણાવ્યું હતું કે, માંગ નહીં સ્વીકારાય તો જૈન સમાજ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.

આ પણ વાંચો :થઇ જાવ તૈયાર, દેશમાં ફરીથી માસ્ક લાગુ, જાણો શું છે નવા નિયમો

Back to top button