શેત્રુંજય પર્વત પર તોડફોડ મામલે જૈન સમાજ ઉમટ્યું, રેલી યોજી ડેપ્યુટી કલેકટરને આપ્યું આવેદ


જૈનોના તીર્થંકર એવા પાલીતાણામાં આવારાતત્વો દ્વારા જૈન મંદિરોમાં અને સાધુ ભગવંતોના મંદિરોમાં તોડફોડ કરવમાં આવી હતી. જેના વિરોધમાં ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યના મોટી સંખ્યામાં જૈન સમુદાયના લોકો રેલી યોજી પાલીતાણા ખાતે ઉમટી પડ્યા હતા અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી ગુનેગારો સામે કડક પગલા લેવાની માંગ કરી હતી.
મોટી સંખ્યામાં રેલી યોજી અધિકારીને આવેદન આપ્યું
પાલિતાણા નિલકંઠ મંદિરનો વિવાદ વધુ એક વખત વકર્યો છે. પૂજારી અને આણંદજી કલ્યાણજી પેઢી વચ્ચે મંદિર મામલે વિવાદ થયા બાદ મંદિર બહાર પેઢીએ મુકેલા સીસીટીવીમાં શિવ મંદિરના પૂજારી અને તેના સાગરીતો દ્વારા તોડફોડ કરાઈ હોવાનું બહાર આવ્યું છે. જેને લઈને જૈન સમાજમાં રોષ ભાબૂકી ઉઠ્યો છે. ત્યારે આ મામલે આજે પાલીતાણા તળેટી ખાતે દેશભરના જૈન સમાજના અગ્રણી અને સંસ્થાઓએ વિરોધ અર્થે પાલીતાણા પહોંચ્યા હતા જે બાદ તળેટી ખાતે જૈન સમાજની ધર્મ સભા યોજવામાં આવી હતી. ત્યારબાદ નીલકંઠ મંદિરના ચાલતા વિવાદને રેલી યોજાઈ હતી જેમાં અલગ અલગ જગ્યાએથી આવેલ 10,000થી વધુ લોકો રેલીમાં જોડાઈ ને વિરોધ કર્યો હતા. જે બાદ જે બાદ ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર આપી કડકમાં કડક પગલાં લેવા માંગ કરી હતી.

આ પણ વાંચો: ગુજરાત સહિત દેશભરના ખેડૂતોએ ફરી છેડ્યું આંદોલન, આ મુદ્દાને લઈને ઉતર્યા મેદાને
શું છે સમગ્ર મામલો
શેત્રુંજી મહાતીર્થ રક્ષા સમિતિના પ્રવક્તાના જણાવ્યા અનુસાર પાલીતાણામાં ગીરીરાજ પર્વત ઉપર સદીઓથી જૈન દેરાસરો આવેલા છે અને નીલકંઠ મહાદેવનું મંદિર પણ આવેલું છે પરંતુ તાજેતરમાં આણંદથી કલ્યાણજી પેઢી દ્વારા આ મંદિરનો કબજો લઈ પોતાનો પુજારી અને ચોકીદાર નક્કી કરતા હિન્દુ સંગઠનોમાં પણ જૈન સમાજ સામે રોષ જોવા મળ્યો છે. પાલીતાણામાં ઊભા થયેલા આ વિવાદ બાદ સરકારે બે ધારાસભ્યોને લઈને તપાસ કરવા જણાવ્યુ અને આ પ્રશ્નનો ઉકેલ લાવવાની દિશામાં કામગીરી સોંપવામાં આવી છે. ત્યારે આ મામલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભાવનગરના આઈ જી અને એસપી સહિતના અધિકારીઓને પણ આ મામલે તપાસ કરવા આદેશ કર્યા છે.