મનોરંજન

‘જેલર’ આજે સિનેમાઘરોમાં રિલીઝ, ચેન્નાઈ અને બેંગલુરુની ઓફિસમાં આજે આપવામાં આવી રજા

Text To Speech

રજનીકાંત સ્ટારર ફિલ્મ જેલર આજે સિનેમાઘરોમાં રીલીઝ થઈ રહી છે. આ ફિલ્મને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે.સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘જેલર’ આજે દેશભરમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ ઓરિજિનલ તમિલ અને ડબ તેલુગુ અને હિન્દી વર્ઝનમાં રિલીઝ થઈ રહી છે. રજનીકાંતની ફિલ્મને લઈને ચાહકોનો ક્રેઝ જોવા મળી રહ્યો છે, નેલ્સન દિલીપકુમાર દ્વારા નિર્દેશિત અને સન પિક્ચર્સ બેનર હેઠળ બનેલી ‘જેલર’માં રજનીકાંત સિવાય મોહનલાલ, જેકી શ્રોફ, રામ્યા કૃષ્ણન, તમન્ના ભાટિયા, વિનાયકન અને યોગી બાબુ મહત્વની ભૂમિકામાં છે.

Jailer Box Office Day 1 HISTORIC! Rajinikanth's Crazy Star-Power Helps To Near $1 Million Mark In The USA & 13 Crore Just In Tamil Nadu

જેલરે ભારતમાં 14.18 કરોડ રૂપિયાની પ્રભાવશાળી પ્રી-બુકિંગ પ્રાપ્ત કરી છે. ફિલ્મના તમિલ વર્ઝને 5 લાખ 91 હજાર 221 ટિકિટના વેચાણથી 12.82 કરોડ રૂપિયાની કમાણી કરી છે જ્યારે તેના તેલુગુ વર્ઝને 77 હજાર 554 ટિકિટના વેચાણ દ્વારા એડવાન્સ બુકિંગમાં 1.35 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

આ પણ વાંચો : YouTube હોમ પેજ માટે FOR YOU નામના નવા સેક્શન પર ટ્રાયલ ચાલુ, યુઝર્સને મળશે આટલા ફાયદા

આ સાથે, શેલ્ફમાંથી કુલ 6 લાખ 68 હજાર 775 ટિકિટો વેચાઈ હતી. થોડા દિવસો પહેલા, તમિલનાડુ ફિલ્મ એક્ઝિબિટર્સ એસોસિએશને રાજ્યના તમામ સિનેમા હોલને એક નોંધ મોકલીને તમામ સિનેમા હોલમાં ફિલ્મ રિલીઝ કરવા વિનંતી કરી હતી.ધ ઈકોનોમિક ટાઈમ્સ અનુસાર, ચેન્નાઈ અને બેંગ્લોરની ઓફિસે તેમના કર્મચારીઓ માટે ‘જેલર’ની રિલીઝના દિવસે 10 ઓગસ્ટે રજાની જાહેરાત કરી છે.

આ પણ વાંચો : કિયારા અડવાણીની તસવીરો જોઈને ચાહકોનું દિલ પીગળ્યું

Back to top button