ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જેલમાં બંધ માફિયા મુખ્તાર અંસારીએ ન્યાયાધીશને કરી આ અપીલ, હસવા લાગ્યા જજ!

યુપીની બાંદા જેલમાં બંધ માફિયા-ડોન મુખ્તાર અંસારી ત્યાંની ખાવા-પીવાની વ્યવસ્થાથી ઘણો નારાજ છે. આ અંગે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી દરમિયાન તેણે કોર્ટમાં અરજી કરી છે કે તેને જેલમાં ક્રિપ્સ અને બિસ્કિટ ખાવા છે. એટલા માટે તેની વ્યવસ્થા કરી આપવાની વિનંતી કરી હતી. આ માંગ સાંભળીને સુનાવણી કરી રહેલ જજ પણ હસી પડ્યા હતા. સુનાવણી વખતે મુખ્તાર અંસારીએ એમ્બ્યુલન્સ અને ગેંગસ્ટર કેસમાં પોતાને નિર્દોષ જાહેર કર્યો અને તેમની સામેના કેસને ખોટો ગણાવ્યો. તેણે કહ્યું કે તેને આ કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે.

અંસારીએ જેલમાં ભોજનની સમસ્યા અંગે દલીલ કરી

મહત્વનું છે કે, બાહુબલી મુખ્તાર અંસારી ગેંગસ્ટર એક્ટ હેઠળ નોંધાયેલા કેસમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા MP-MLA કોર્ટમાં હાજર થયો હતો. જેમાં સ્પેશિયલ સેશન્સ જજ કમલકાંત શ્રીવાસ્તવની સામે મુખ્તાર અંસારીએ ભોજનની સમસ્યા અંગે દલીલ કરી હતી. મુખ્તારે કહ્યું કે તે જેલમાં સૂકી રોટલી ખાઈને કંટાળી ગયો છે. તેથી જ જજ! ક્રન્ચી-સ્વાદિષ્ટ બિસ્કિટની સાથે, મારા વકીલ નસીમ હૈદર મારફત જેલમાં મારા માટે અન્ય ખાદ્ય ચીજો અને ફળોની વ્યવસ્થા કરાવો. જેના પર જજ પણ હસી પડ્યા. તમને જણાવી દઈએ કે અગાઉની સુનાવણીમાં મુખ્તાર અંસારીએ જેલમાં લખનૌથી કેળા અને સ્વાદિષ્ટ કેરીની માંગણી કરી હતી, જે તેને કોર્ટના આદેશ પર મળી પણ હતી.

મુખ્તાર હવે વૃદ્ધ અને બીમાર 

આ દરમિયાન મુખ્તાર અંસારીએ સુનાવણી દરમિયાન આગળ કહ્યું કે, ‘બાંદા જેલમાં તેમના પર ઘણી સખ્તી થઈ રહી છે. 19 મેના રોજ, ડીએમ-એસપી બેરેક પર દરોડા પાડવાના બહાને તેની(અંસારીની) મહત્વપૂર્ણ ફાઇલો લઈ લીધી અને નકલી કાગળના ગુના માટે આઈપીસીની કલમ 419, 420 હેઠળ કેસ પણ દાખલ કર્યો. બીજી તરફ, બારાબંકીમાં મુખ્તાર અંસારીના વકીલ રણધીર સિંહ સુમનના જણાવ્યા અનુસાર, રાજ્ય સરકાર મુખ્તાર અંસારીને ખાવા-પીવાનો સામાન ઉપલબ્ધ કરાવી રહી નથી. મુખ્તાર હવે વૃદ્ધ અને બીમાર છે. એટલા માટે મુખ્તારે કોર્ટમાં અપીલ કરી છે કે તેને ઘરનો સામાન આપવામાં આવે.

અંસારીના ત્રણ વકીલો કોર્ટમાં હાજર હતા

સુનાવણી દરમિયાન મુખ્તાર અંસારીના ત્રણ વકીલો કોર્ટમાં હાજર હતા, જેમાં લખનૌના વકીલ નિમેશ, બાંદાના નસીમ હૈદર અને બારાબંકીના રણધીર સિંહ સુમનનો સમાવેશ થાય છે. તે જ સમયે, કોર્ટમાં ચર્ચા પછી, ન્યાયાધીશ કમલકાંતે આદેશ સુરક્ષિત કર્યો અને કેસમાં ચુકાદો આપવાની તારીખ 5મી જૂન નક્કી કરી છે. 5 જૂને મુખ્તાર અન્સારી પર લગાવવામાં આવેલી કલમો દૂર કરવી કે નહીં તે અંગે કોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચો: મનીષ સિસોદિયાને હાઈકોર્ટમાંથી મળી થોડી રાહત

Back to top button