ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અરવિંદ કેજરીવાલ સાથે જેલ પ્રશાસન રુબરુ મુલાકાત રોકી રહ્યું છે, સંજય સિંહે લગાવ્યો આરોપ

Text To Speech
  • આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે આજે પત્રકાર પરિષદમાં તિહાર જેલ પ્રશાસન પર અનેક આરોપો લગાવ્યા, તેમણે કહ્યું કે તેમને તિહાર જેલમાં અરવિંદ કેજરીવાલને રૂબરૂ મળવાથી રોકવામાં આવી રહ્યા છે

દિલ્હી, 13 એપ્રિલ: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે આજે તિહાર જેલમાં દિલ્હીના મુખ્યમંત્રી સાથે મુલાકાત કરીને જેલ પ્રશાસન પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે જેલ પ્રશાસન અરવિંદ કેજરીવાલને રુબરુ મળવાની ના પાડી રહ્યા છે. સંજય સિંહે આરોપ લગાવ્યો છે કે જેલ પ્રશાસને અરવિંદ કેજરીવાલની પત્નીને પણ કેજરીવાલ સાથે રુબરુ મુલાકાત ન કરવા દીધી. તેમના પરિવારના સભ્યોને પણ જેલ પ્રશાસન બારી દ્વારા મળવામાં આવી રહ્યા છે. સંજય સિંહે કહ્યું કે તિહારના ઈતિહાસમાં આજ સુધી આવું ક્યારેય બન્યું નથી. તેમણે કહ્યું કે જેલના નિયમો કહે છે કે કોઈને પણ રૂબરૂ મળવાની મંજૂરી આપી શકાય છે.

સંજય સિંહે કહ્યું કે દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલની પત્ની નારાજ છે. કેમકે તેઓએ જ્યારે અરવિંદ કેજરીવાલને તેમના સમાચાર લેવા માટે મળવા માંગતા હતા તો જેલ પ્રશાસન દ્વારા તેમને રુબરુ મળવાની ના પાડવામાં આવી છે. તેમને કહેવામાં આવ્યું છે કે તેઓ માત્ર બારી દ્વારા જ મુલાકાત કરી શકશે, તેઓ કેજરીવાલને રુબરુ મળી શકશે નહીં.

સંજય સિંહે કહ્યું કે જ્યારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને મીટિંગ માટે અરજી કરી ત્યારે તેમને ટોકન આપવામાં આવ્યું હતું પરંતુ પાછળથી કહેવામાં આવ્યું હતું કે તેઓ સુરક્ષાના કારણોસર મળી શક્શે નથી. ત્યારપછી બાદમાં કહેવામાં આવ્યું હતું કે ભગવંત માન અને દિલ્હીના સીએમ વચ્ચે રૂબરૂ મુલાકાત થશે નહીં પરંતુ બારી દ્વારા મુલાકાત કરાવવાની રજા આપી હતી. સંજય સિંહે કહ્યું કે આ લોકો અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનું અપમાન કરવા માંગે છે.

આ પણ વાંચો: ચૂંટણીના પહેલા અને બીજા તબક્કામાં કેટલા ઉમેદવારો મેદાનમાં ઉતર્યા? જાણો

Back to top button