અમેરિકાની ધરતી પર જય ઉમિયાના પ્રચંડ નાદ ગુજ્યા: 8 મા શિખરબદ્ધ મંદિરની સ્થાપના
અમેરીકા 23 જૂન 2024 : વિશ્વના ૧૩૨ દેશમાં વસતા કડવા પાટીદારોની કુળદેવી મા ઉમિયા માતાજી પ્રત્યેની અતૂટ આસ્થા અને શ્રદ્ધાના દર્શન અમેરીકાની ધરતી પર થઈ રહ્યા છે. કુળદેવી ઉમિયા માતાજી ના પ્રાગટ્ય સ્થાનઅને તિર્થસ્થાન ઉંઝા ઉમિયા માતાજી સંસ્થાન ની પ્રેરણાથી અમેરીકાના ટેનીસી સ્ટેટના નેશવિલ સીટીમાં કુળદેવી ઉમિયા માતાજીના ભવ્ય શિખરબધ્ધ મંદિરનું નિર્માણ કરાયું છે.
ટેનીસી સ્ટેટ સહિત સમગ્ર અમેરિકામાં વસતા કડવા પાટીદાર શ્રધ્ધાળુઓ ધ્વારા ૧૦ કરોડ રુપીયા દાન કરવામાં આવ્યું છે. ૧૦ એકર વિશાળ જમીન પર નયનરમ્ય અને કલાક્રુતિ સમાન દૈદિપ્યમાન ભવ્ય મંદિર નિર્માણ કરાયું છે. અખંડ સ્વરૂપા અને શિવ અર્ધાંગીની મા કુળદેવી ઉમિયા માતાજી મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થા. ૨૧ – ૨૨ અને ૨૩ જુનના રોજ યોજાશે.
અમેરિકાની ધરતી પર આઠમા શિખરબદ્ધ મંદિરની સ્થાપના કરાઈ છે
ભવ્યાતિભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સંસ્થાના પ્રમુખ બાબુભાઈ જમનાદાસ પટેલ અને સી કે પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ભવ્ય મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતગ્રત મા કુળદેવી ઉમિયા માતાજીની દિવ્ય અલૌકિક જ્યોત નેશવિલ પહોંચી ગઈ છે. દિવ્ય અલૌકિક જ્યોત લઈને નેશવિલ પધારેલા ચંદુભાઈ પટેલ (કે વી સી ટ્રસ્ટ મહામંત્રી), શોભનાબેન પટેલ, પાર્થ ચંદુભાઈ પટેલ, માનસી પાર્થ પટેલ, જે કે પટેલ (પૂર્વ સિટી તાલુકા પ્રમુખ બીજેપી) અને બ્રિજેશ પટેલનું શ્રધ્ધાળુ પરિવારો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. નેશવિલ ખાતે રહેતા મહેન્દ્ર પટેલ, મીનાબેન પટેલ સહિતના પરિવારો દ્વારા દિવ્ય અલૌકિક જ્યોતનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું.ઉંઝા ઉમિયા માતાજી સંસ્થાનના નામદ મંત્રી દિલિપ દાદા ( નેતાજી) એ જણાવ્યું હતું કે અમેરિકા સહિત ૧૩૨ દેશમાં વસવાટ કરતા કડવા પાટીદારો સહિત તમામ જ્ઞાતિના લોકોમાં મા કુળદેવી ઉમિયા માતાજી પ્રત્યે અતુટ આસ્થા અને શ્રદ્ધાના દર્શન થઈ રહ્યા છે. અમેરિકાની ધરતી પર આઠમા શિખરબદ્ધ મંદિરની સ્થાપના કરાઈ છે.
અમેરિકામાં વસવાટ કરતા ૧૦ હજાર કરતાં પણ વધારે પરિવારો ભાગ લેશે
ભવ્યાતિભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં અમેરિકાના વિવિધ સ્ટેટમાં વસવાટ કરતા ૧૦ હજાર કરતાં પણ વધારે પરિવારો ભાગ લેશે, મા કુળદેવી ઉમિયા માતાજીના દર્શન કરીને જીવનને ધન્ય ધન્ય બનાવ્યાની અનુભૂતિ કરશે. નેશવિલ સહિત ટેનીસી સ્ટેટમાં રહેતા કડવા પાટીદાર પરિવારો ભવ્યાતિભવ્ય મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવા તડામાર તૈયારી કરી રહ્યા છે, શ્રધ્ધાળુઓએ જય જય ઉમિયાના ગગનભેદી નારા લગાવ્યા હતા. ટેનીસી સ્ટેટ સહિત સમગ્ર અમેરિકામાં વસતા પાટીદાર પરિવારોમાં આનંદ, મંગલ અને ઉત્સાહ છવાયો છે.
પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત નવચંડી મહાયજ્ઞ કરવામાંઆવશે. સાથે શ્રી ઉમિયા શરણમ્ મમ: મહામંત્ર ધૂન કરાશે. અમેરિકાની ધરતી પર જય જય ઉમિયાના નાદ થતાં વાતાવરણ અલૌકિક અને ભક્તિમય બની ગયું છે. અમદાવાદ સહિતના વિવિધ વિસ્તારોમાં રહેતા પાટીદારોની પણ મોટી સંખ્યામાં નેશવિલ પહોંચી રહ્યા છે. ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા વર્ષ ૨૦૩૦ સુધીમાં ૧૦૦૧ શિખરબદ્ધ મંદિરની સ્થાપના કરવાનો દ્રઢ સંકલ્પ કરાયો છે.
આ પણ વાંચો : રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાવનાર મુખ્ય પુજારી લક્ષ્મીકાંત દીક્ષિતનું નિધન