ટ્રાવેલટ્રેન્ડિંગધર્મ

જય શ્રીરામઃ અયોધ્યા રામમંદિરના હવે હેલિકોપ્ટરથી દર્શન, જાણો કેટલું ભાડું?

  • અયોધ્યાના રામમંદિરના હવે હેલિકોપ્ટરથી દર્શન કરવાની યોજના પર વિચારણા ચાલી રહી છે. તમે હેલિકોપ્ટરમાં બેસીને એરિયલ વ્યુ જોઈ શકશો

HD ન્યુઝ ડેસ્કઃ શું તમે હજુ સુધી અયોધ્યા શ્રીરામ મંદિરના દર્શને જઈ શક્યા નથી? તમે રામમંદિર જોવા તો ઈચ્છો છો, પરંતુ કોઈ સુવિધાના અભાવે તેમ નથી કરી શક્યા? તો તમારા માટે એક ગુડ ન્યુઝ આવ્યા છે. યુપી સરકારે અયોધ્યાના રામ મંદિરના એરિયલ દર્શન કરાવવાનો નિર્ણય લીધો છે. આ માટે રાજ્ય સરકાર હેલિકોપ્ટર દ્વારા દર્શનની યોજના પણ શરૂ કરવા જઈ રહી છે. ખૂબ જ નજીકના સમયમાં તમે થોડાક જ પૈસા ચૂકવીને હેલિકોપ્ટરમાં બેસીને રામ મંદિરના દર્શન કરી શકશો. પ્રાપ્ત માહિતી અનુસાર, યુપીના સીએમ યોગી આદિત્યનાથ ટૂંક સમયમાં આ યોજના શરૂ કરી શકે છે.

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

હેલિકોપ્ટરનું ભાડું 4130 રૂપિયા રહેશે

હેલિકોપ્ટર દ્વારા અયોધ્યાના રામ મંદિરના દર્શન માટે અત્યાર સુધી નક્કી કરાયેલું ભાડું 4130 રૂપિયા પ્રતિ વ્યક્તિ છે. એટલે કે જો કોઈ ભક્ત આ મંદિરના એરિયલ દર્શન કરવા ઈચ્છે છે તો તેણે યુપી સરકારને 4130 રૂપિયા ચૂકવવા પડશે. તમને હેલિકોપ્ટર દ્વારા કેટલા સમય સુધી લઈ જવામાં આવશે તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી.

જય શ્રીરામઃ અયોધ્યા રામમંદિરના હવે હેલિકોપ્ટરથી દર્શન, ભાડું સાવ સસ્તું hum dekhenge news

સપ્ટેમ્બર 2025માં પુરૂં થશે રામ મંદિરનું કામ

અયોધ્યામાં બની રહેલું રામ મંદિર જૂન 2025 સુધીમાં સંપૂર્ણ રીતે તૈયાર નહીં થાય, તેના બદલે તેમાં વધારાના ત્રણ મહિનાનો સમય લાગશે અને સપ્ટેમ્બર 2025 સુધીમાં તે પૂર્ણ થઈ જશે. આ વર્ષની શરૂઆતમાં, 22 જાન્યુઆરીએ રામ લલ્લાની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા કરાઈ હતી. રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે મંદિરની બાઉન્ડ્રી વોલમાં 8.5 લાખ ઘનફૂટ લાલ બંસી પહાડપુર પથ્થરનો ઉપયોગ કરવામાં આવશે અને આ પથ્થરો અયોધ્યા પહોંચી ચૂક્યા છે, પરંતુ ત્યાં 200 કામદારોની અછત છે, જેના કારણે બાંધકામમાં વિલંબ થયો છે. મિશ્રાએ કહ્યું કે રામ મંદિરનું નિર્માણ હવે જૂન 2025માં નહીં પરંતુ સપ્ટેમ્બર 2025 સુધીમાં પૂર્ણ થશે. તેમણે એમ પણ કહ્યું કે પહેલા માળે કેટલાક પત્થરો નબળા અને પાતળા દેખાય છે, તેમની જગ્યાએ મકરાણા પત્થરો સ્થાપિત કરવામાં આવશે.

જય શ્રીરામઃ અયોધ્યા રામમંદિરના હવે હેલિકોપ્ટરથી દર્શન, ભાડું સાવ સસ્તું hum dekhenge news

કુંભ દર્શનના એરિયલ વ્યુ પર પણ વિચારણા

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ યુપી સરકાર રામ મંદિર દર્શનની તર્જ પર પ્રયાગરાજમાં આયોજિત થનારા મહાકુંભના દર્શન કરવાની યોજના પણ બનાવી રહી છે. જો કે હજુ સુધી સરકાર દ્વારા આ અંગે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે આ અંગે ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવી શકે છે. જો આમ થશે તો કુંભમાં સ્નાન કરી રહેલા શ્રદ્ધાળુઓ પણ મહાકુંભનો એરિયલ વ્યુ નિહાળી શકશે. આ માટે તેમણે કેટલા પૈસા ખર્ચવા પડશે તે હજુ નક્કી કરવામાં આવ્યું નથી. અત્યારે આ યોજના પ્રારંભિક તબક્કામાં છે, પરંતુ ટૂંક સમયમાં તેની જાહેરાત થઈ શકે છે.

આ પણ વાંચોઃ પૂણેની આ સુંદર જગ્યાઓ દિલને સ્પર્શી જશે, ટૂર બનશે અવિસ્મરણીય

આ પણ વાંચોઃ ભૂજથી નખત્રાણા વચ્ચેનો 45 કિ.મી.રોડ ફોર લેન હાઈ સ્પિડ કોરીડોર તરીકે વિકસાવાશે

Back to top button