ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાતવિશેષ

અમદાવાદમાં વોલીબોલ ખેલાડીઓના સન્માન સમારોહમાં જય શાહે યાદ કર્યો રસપ્રદ કિસ્સો

અમદાવાદમાં આજે ગુજરાત સ્ટેટ વોલીબોલ એસોસિએશનનો અભિવાદન સમારંભ યોજાયો હતો. આ સમારંભમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત BCCIના સેક્રેટરી અને એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રેસિડન્ટ જય શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારંભમાં જય શાહે નિવેદન આપ્યું હતું.

ગુજરાત સ્ટેટ વોલીબોલ એસોસિએશનનો અભિવાદન સમારંભમાં જય શાહેનું નિવેદન

જય શાહ લોકોને નિવેદન આપતા જણાવે છે કે, કોઈપણ દેશની સમુદ્વિ સ્પોર્ટસ સાથે જોડાયેલી છે. ભારત દેશ વિકસિત પણ છે. અને સમુદ્વ પણ છે. મને અહીંયા આમંત્રણ આપ્યું તેની માટે ખાસ કહેવા માંગું છું કે, વોલીબોલ એસોસિએશને નેશનલ લેવલે 22 મેડલ જીત્યા છે. જ્યારે ઈન્ટરનેશનલ લેવલે 6 મેડલ જીત્યા છે.

મેચને ફાઈનલ મેચની જેમ નહિ પણ નોર્મલ મેચની જેમ રમો તો તમને કોઈ હરાવી નહિ શકે : જય શાહ

આપ સૌ જાણો છો કે, અંડર 19 મેન્સ અને વુમન ટીમ હમણાં જ ચેમ્પિયન્સ થઈ.મેચના એક દિવસ પહેલા મેં તેમની સાથે કોન્ફરેન્સ કરી હતી. અને કહ્યું હતું કે, તમે આ મેચને ફાઈનલ મેચની જેમ નહિ પણ નોર્મલ મેચની જેમ રમો તો તમને કોઈ હરાવી નહિ શકે. જેથી મારી ગોલ્ડ મેડલ જીતનારને એક જ સલાહ છે કે, આગળની મેચમાં ગોલ્ડ મેડલ જીતશો તેના પર ફોકસ કરો.

આ પણ વાંચો : ગુજરાત સ્ટેટ વોલીબોલ એસોસિએશન અભિવાદન સમારોહમાં હાજર મહેમાનોનું કરાયું સ્વાગત

કમિટીને વાત કરીને મેન્સ અને વુમન ટીમને એક સરખી ફી કરી

વધુમાં તેમણે કહ્યું કે, હું જ્યારે બીસીસીઆઈમાં આવ્યો ત્યારે મેન્સ અને વુમન ટીમમાં બઉં ફરક હતો. જેથી મેં કમિટીને વાત કરી અને એક જ નિર્ણય કરી મેન્સ અને વુમન ટીમને એક સરખી ફી કરી નાખી. બંન્નેમાં એક લાખથી વધારી 6 લાખ કરી,ટી20માં 1 લાખથી વધારી 3 લાખ કરી, ટેસ્ટમેચમાં અઢી લાખથી વધારી 15 લાખ સુધીની ફી કરી નાખી હતી. જેનાથી દરેક ખેલાડીઓની વાર્ષિક આવક સાડા 3 કરોડ સુધી થઈ ગઈ છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમને લઈને કેટલાક લોકોએ કર્યો હતો વિરોધ 

2009માં નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગુજરાત ક્રિકેટ ટીમનો વહીવટ લીધો ત્યારે મેન્સ ટીમની હાલત ખૂબ ખરાબ હતી. ત્યારે અમે ખૂબ ધ્યાન રાખી તેમને પ્રોત્સાહન આપતા તેમણે 3 ટૂર્નામેન્ટ જીતી હતી. 2017માં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બનાવવાની શરૂઆત કરી. ત્યારે 300 કરોડની ડિપોજીટ હતી. અને 600 કરોડ જેટલો ખર્ચો હતો. ઘણા લોકો આ સ્ટેડિયમને લઈ વિરોધ કરી રહ્યા હતા. પણ 2021માં આ સ્ટેડિયમનું ઉદ્વાટન કરવામાં આવ્યું હતું. આજે મને આનંદ થાય છે કે, ડેડ કરતા ડિપોજીટ વધારે છે.

આ પણ વાંચો : રાજ્યના મેડલ વિજેતા વોલિબોલ ખેલાડીઓનો સન્માન સમારોહ યોજાયો, જૂઓ કેટલીક અદભુત તસવીરો!

Back to top button