ખેલાડીઓએ ફાઈનલમાં એ રીતે રમવું જોઈએ જાણે સામાન્ય મેચ રમતા હોય : જય શાહ
ગુજરાતમાં વોલીબોલ એસોસિએશન દ્વારા વોલીબોલ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્વિ મેળવનાર ખેલાડીઓનો સન્માન કરવામાં આવ્યું. ખેલાડીઓને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલની સાથે અનુક્રમે 15,10 અને 5 હજારના પુરસ્કાર અપાયા. કાર્યક્રમમાં રાજ્યના ગૃહ અને રમત-ગમત મંત્રી હર્ષ સંઘવી, BCCIના સેક્રેટરી જય શાહ, ભારતીય ઓલિમ્પિક એસોસિએશનનાં ઉપપ્રમુખ અજય પટેલ,ઝાયડસના ચેરમેન પંકજ પટેલ, વોલીબોલ એસોસિએશનના પ્રમુખ એન.જી.પટેલ સહિતોના મહાનુભાવોએ 72 જેટલા વોલીબોલ રમતવીરોને મેડલ અને રોકડ પુરસ્કાર એનાયત કર્યા.
આ સમારંભમાં અમિત શાહના પુત્ર જય શાહે નિવેદન આપતા કહ્યું-અંડર 19 મેન્સ અને વુમન ટીમ હમણાં જ ચેમ્પિયન્સ થઈ.મેચના એક દિવસ પહેલા મેં તેમની સાથે કોન્ફરેન્સ કરી હતી. અને કહ્યું હતું કે, તમે આ મેચને ફાઈનલ મેચની જેમ નહિ પણ નોર્મલ મેચની જેમ રમો તો તમને કોઈ હરાવી નહિ શકે. જેથી મારી ગોલ્ડ મેડલ જીતનારને એક જ સલાહ છે કે, આગળની મેચમાં ગોલ્ડ મેડલ જીતશો તેના પર ફોકસ કરો.
કમિટીને વાત કરીને મેન્સ અને વુમન ટીમને એક સરખી ફી કરી
વધુમાં તેમણે કહ્યું કે, હું જ્યારે બીસીસીઆઈમાં આવ્યો ત્યારે મેન્સ અને વુમન ટીમમાં બઉં ફરક હતો. જેથી મેં કમિટીને વાત કરી અને એક જ નિર્ણય કરી મેન્સ અને વુમન ટીમને એક સરખી ફી કરી નાખી. બંન્નેમાં એક લાખથી વધારી 6 લાખ કરી,ટી20માં 1 લાખથી વધારી 3 લાખ કરી, ટેસ્ટમેચમાં અઢી લાખથી વધારી 15 લાખ સુધીની ફી કરી નાખી હતી. જેનાથી દરેક ખેલાડીઓની વાર્ષિક આવક સાડા 3 કરોડ સુધી થઈ ગઈ છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમને લઈને કેટલાક લોકોએ કર્યો હતો વિરોધ
2009માં નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગુજરાત ક્રિકેટ ટીમનો વહીવટ લીધો ત્યારે મેન્સ ટીમની હાલત ખૂબ ખરાબ હતી. ત્યારે અમે ખૂબ ધ્યાન રાખી તેમને પ્રોત્સાહન આપતા તેમણે 3 ટૂર્નામેન્ટ જીતી હતી. 2017માં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બનાવવાની શરૂઆત કરી. ત્યારે 300 કરોડની ડિપોજીટ હતી. અને 600 કરોડ જેટલો ખર્ચો હતો. ઘણા લોકો આ સ્ટેડિયમને લઈ વિરોધ કરી રહ્યા હતા. પણ 2021માં આ સ્ટેડિયમનું ઉદ્વાટન કરવામાં આવ્યું હતું. આજે મને આનંદ થાય છે કે, ડેડ કરતા ડિપોજીટ વધારે છે.
આ પણ વાંચો : ગુજરાતની વોલીબોલ ટીમે 2010થી લઈને આજ સુધી 22 મેડલ પ્રાપ્ત કર્યા : એનજી પટેલ