‘જય પેલેસ્ટાઈન’ શું ઓવૈસીનું સંસદ સભ્યપદ રદ્દ થશે? રાષ્ટ્રપતિને થઈ ફરિયાદ
- વર્તમાન નિયમો અનુસાર ઓવૈસીને સભ્યપદ માટે અયોગ્ય ઠેરવી શકાય છે: ભાજપ
નવી દિલ્હી, 26 જૂન: હૈદરાબાદના લોકસભા સાંસદ અને ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ સાંસદ તરીકે શપથ ગ્રહણ સમારોહ દરમિયાન પેલેસ્ટાઇનના સમર્થનમાં ‘જય પેલેસ્ટાઇન’ના સૂત્રોચ્ચાર કર્યા હતા, જેના પગલે વિવાદ સર્જાયો હતો. આ અંગે ઓવૈસીએ સ્પષ્ટતા પણ આપી છે. વિવાદ વધ્યા બાદ ઓવૈસીએ કહ્યું કે, તેમણે ગૃહમાં કંઈ ખોટું નથી કહ્યું. તેમની સંસદ સભ્યપદ રદ્દ કરવાની માંગ જોર પકડી રહી છે. આ દરમિયાન વકીલ હરિશંકર જૈને સાંસદ ઓવૈસી વિરુદ્ધ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ફરિયાદ કરી છે.
A complaint has been filed before the President of India against Mr. Asaduddin Owaisi in terms of article 102 and 103 of the constitution of india by Mr. Hari Shankar Jain seeking his disqualification as member of parliament. @rashtrapatibhvn @adv_hsjain
— Vishnu Shankar Jain (@Vishnu_Jain1) June 25, 2024
સુપ્રીમ કોર્ટના વકીલ વિષ્ણુશંકર જૈને ટ્વીટ કર્યું, ‘હરિશંકર જૈને ભારતીય બંધારણની કલમ 102 અને 103 હેઠળ અસદુદ્દીન ઓવૈસી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને તેમને સંસદ સભ્ય તરીકે અયોગ્ય ઠેરવવાની માંગ કરી છે.’
ગૃહમાં કંઈ ખોટું નથી બોલ્યું: સાંસદ ઓવૈસી
NDAના સાંસદોએ જોરદાર વિરોધ વ્યક્ત કર્યો, ત્યારબાદ ખુરશી પર બેઠેલા રાધા મોહન સિંહે તેને રેકોર્ડમાંથી હટાવવાનો આદેશ આપ્યો. ત્યારે જઈને સદનમાં શાંતિ થઈ હતી. ભાજપે ઓવૈસીના નિવેદન પર વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે, વર્તમાન નિયમો અનુસાર તેમને સંસદમાંથી અયોગ્ય ઠેરવવાના કારણો છે. કલમ 102 ટાંકીને ભાજપે કહ્યું કે, ઓવૈસીને સભ્યપદથી અયોગ્ય ઠેરવી શકાય છે.
Shameful….. Owaisi raises Jai Palestine slogans after taking oath as MP…😡pic.twitter.com/PkX27UheUS
— Mr Sinha (@MrSinha_) June 25, 2024
વિવાદ વધ્યા બાદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, તેમણે ગૃહમાં કંઈ ખોટું નથી કહ્યું. તેમણે બંધારણની કોઈપણ જોગવાઈનું ઉલ્લંઘન કર્યું નથી. શપથ ગ્રહણ દરમિયાન હૈદરાબાદના AIMIM સાંસદે ‘જય પેલેસ્ટાઈન’ના નારા લગાવ્યા હતા. જેના પર ભાજપે વાંધો વ્યક્ત કર્યો છે. તે જ સમયે, ઓવૈસીના આ નારા પછી, તેનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
ભારત માટે પેલેસ્ટાઈન નવો મુદ્દો નથી: AIMIM
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, પેલેસ્ટાઈનના લોકોની મદદ માટે એક કેમ્પ બનાવવામાં આવ્યો છે, જેમાં ખાવાનું તૈયાર કરવામાં આવી રહ્યું છે. પેલેસ્ટાઈનના યુદ્ધગ્રસ્ત લોકોને મદદ પહોંચાડવા માટે આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. તેનું આયોજન અસદુદ્દીન ઓવૈસીના નાના ભાઈ અકબરુદ્દીન ઓવૈસી દ્વારા કરવામાં આવ્યું હતું. AIMIMએ કહ્યું છે કે, ભારત માટે પેલેસ્ટાઈન નવો મુદ્દો નથી. પેલેસ્ટાઈન અને તેના લોકો સાથે ભારતનો હંમેશા મહત્ત્વનો સંબંધ રહ્યો છે. ભારતે હંમેશા પેલેસ્ટાઈનને સમર્થન આપ્યું છે, આવી સ્થિતિમાં સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ‘જય પેલેસ્ટાઈન’ કહીને કોઈ ગુનો કર્યો નથી, પરંતુ ત્યાંના લોકો પ્રત્યે એકતા દર્શાવી છે, જે આખી દુનિયા બતાવી રહી છે.
આ પણ જુઓ: કેન્યાની સંસદમાં હજારો પ્રદર્શનકારીઓએ લગાવી આગ, ભારતીયો માટે એડવાઈઝરી જારી