ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસાયન્સ એન્ડ ટેકનોલોજી

જય હો… ચંદ્રયાન – 3એ ચંદ્ર ઉપર કર્યું સફળ લેન્ડિંગ, ભારતનો વિજય

Text To Speech
  • ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લેન્ડ થયું છે. દેશભરમાં ઉજવણી શરૂ થઈ ગઈ છે.

જેની ભારત દેશ જ નહીં પરંતુ પુરુ વિશ્વ ચંદ્રયાન – 3 પર નજર રાખી રહ્યું હતું એ આખરે ચંદ્ર ઉપર સફળ લેન્ડિંગ કરી દિધું છે. અને વિશ્વમાં ભારતનો ડંકો વગાડ્યો છે.

ચંદ્ર પર ચંદ્રયાન - 3

 

સફળ લેન્ડિંગનો વીડિયો જુઓ

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના મિશન ચંદ્રયાન-3એ ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કર્યું છે.

આખી દુનિયાની નજર ટકેલી હતી  ચંદ્રયાન 3 પર: 

લુના-25 2 દિવસ પહેલા ચંદ્રની સમાન સપાટી પર ઉતરતી વખતે ક્રેશ થયું હતું. જે બાદ સમગ્ર વિશ્વની નજર મિશન ચંદ્રયાન-3 પર કેન્દ્રિત થઈ ગઈ હતી. આ સ્થળ ચંદ્રના તે ભાગથી ખૂબ જ અલગ અને રહસ્યમય છે જ્યાં અત્યાર સુધી વિશ્વભરના દેશો દ્વારા અવકાશ મિશન મોકલવામાં આવ્યા છે. ત્યારે આજે ભારતે એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

સફળ લેન્ડિંગ પર ઈસરોનું ટ્વીટ

ઈસરોએ ટ્વીટ કર્યું કે ચંદ્રયાન-3 મિશન તેની મંજિલ પર પહોંચી ગયું છે. ચંદ્રયાન-3 સફળ રહ્યું હતું. ચંદ્ર પર સફળ ઉતરાણ માટે સમગ્ર રાષ્ટ્રને અભિનંદન.

દેશમાં ઉજવણી શરૂ થઈ

દિલ્હી: ચંદ્રયાન-3ના ચંદ્ર પર ઉતરાણને લઈને કોંગ્રેસના મુખ્યાલયની બહાર ઉજવણી શરૂ થઈ ગઈ.

આ પણ વાંચો: Chandrayaan-3: 57 વર્ષ પહેલા અંતરિક્ષમાંથી લેવાયેલી પૃથ્વીની તસવીર આવી હતી

 

Back to top button