જાહ્નવી કપૂર કથિત બોયફ્રેન્ડ સાથે તિરુપતિ બાલાજીના દર્શન કરી પરત આવી, પેપ્સને કહ્યું- ‘લડ્ડુ લાઇ હૂં..
બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર હાલમાં જ તેના કથિત બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે તિરુપતિ બાલાજીના દર્શન કરવા પહોંચી હતી. જ્યાંથી હવે અભિનેત્રી પરત ફરી છે. જ્હાન્વી મુંબઈ એરપોર્ટ પર પાપારાઝીના કેમેરામાં કેદ થઈ હતી. આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં અભિનેત્રી પેપ્સ સાથે વાત કરતી જોવા મળી હતી.
View this post on Instagram
જાહ્નવી પપ્પા માટે તિરુપતિથી લાડુ લાવી હતી
આ વીડિયો હવે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં જ્હાન્વી પિંક સૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. અભિનેત્રીએ ઇયરિંગ્સ, બ્રેસલેટ અને રિંગ સાથે અટ્રેક્ટીવ લુકમાં જોવા મળી હતી. આ જ વીડિયોમાં જ્યારે પાપારાઝીએ જાહ્નવીને પૂછ્યું કે, તેના તિરુપતિના દર્શન કેવા રહ્યા, તો અભિનેત્રીએ કહ્યું- “ખૂબ સરસ.. હું લાડુ લાવી છું, જો તમે કેમેરા હટાવો તો હું તમને આપીશ..”
જ્હાન્વી કથિત બોયફ્રેન્ડ સાથે તિરુપતિ પહોંચી હતી
જ્યારે આ પહેલા જાહ્નવીનો તિરુપતિ બાલાજીની મુલાકાતનો એક વીડિયો ખૂબ વાયરલ થયો હતો. જેમાં તે શિખર પહરિયા સાથે જોવા મળી હતી. બંનેના આ વીડિયો પર ચાહકોએ ઘણો પ્રેમ વરસાવ્યો હતો અને એક્ટ્રેસના લુકની પણ પ્રશંસા કરી હતી.
આ ફિલ્મોમાં જ્હાન્વી કપૂર જોવા મળશે
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો જ્હાન્વી ટૂંક સમયમાં જ જુનિયર NTR સાથે ફિલ્મ ‘દેવારા’થી સાઉથમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ સાથે તે રાજકુમાર રાવ સાથે ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’માં પણ જોવા મળશે. જાહ્નવી પાસે અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ સાથે ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ પણ છે.