ટ્રેન્ડિંગમનોરંજન

જ્હાન્વી કપૂર ઋષભ શેટ્ટીની ‘Kantara’ની ફેન બની, સોશિયલ મીડિયા પર કરી પ્રશંસા

Text To Speech

બોલિવૂડની જાણીતી અભિનેત્રી જાહ્નવી કપૂરે હાલમાં જ આ વર્ષની સુપરહિટ કન્નડ ફિલ્મ ‘Kantara’ જોઈ છે. સાઉથના સુપરસ્ટાર ઋષભ શેટ્ટીની આ ફિલ્મ જોયા બાદ જાહ્નવી કપૂરે સોશિયલ મીડિયા પર ફિલ્મના વખાણ કર્યા છે.

જ્હાન્વી કપૂરને ”Kantara’ ગમી

સાઉથ સુપરસ્ટાર ઋષભ શેટ્ટીની ‘Kantara’ થિયેટરોમાં ધમાકેદાર ધૂમ મચાવ્યા બાદ 9 ડિસેમ્બરે હિન્દીમાં OTT પ્લેટફોર્મ Netflix પર રિલીઝ થઈ છે. આ ફિલ્મ જોયા બાદ તમામ બોલિવૂડ સેલેબ્સે પોઝીટીવ રિવ્યુ આપ્યા છે. હવે તેમાં બી-ટાઉન અભિનેત્રી જ્હાનવી કપૂરનું નામ પણ સામેલ થઈ ગયું છે. જાહ્નવી કપૂરે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ‘Kantara’ અને રિષભ શેટ્ટી વિશે એક ખાસ પોસ્ટ શેર કરી હતી.

Janhvi Kapoor On Rishab Shetty Kantara
Janhvi Kapoor On Rishab Shetty Kantara

પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં જાહ્નવીએ ઋષભ શેટ્ટી માટે લખ્યું છે કે- ‘મારી પાસે આ વ્યક્તિના વખાણ કરવા માટે શબ્દો નથી. ફિલ્મમાં તમારો અદભૂત અભિનય અને વિઝન ખરેખર પ્રશંસનીય છે. મારા તરફથી તમને સલામ. આ રીતે જ્હાન્વી કપૂરે ‘Kantara’ અને ઋષભ શેટ્ટીના જોરદાર વખાણ કર્યા છે.

જ્હાન્વી પહેલા આ સેલેબ્સ પણ કરી ચૂક્યા છે ‘કંતારા’ના વખાણ

બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર પહેલા ઘણા બોલિવૂડ સ્ટાર્સે પણ ઋષભ શેટ્ટી સ્ટારર ફિલ્મ ‘Kantara’ના વખાણ કર્યા છે. જણાવી દઈએ કે બોલિવૂડના સુપરસ્ટાર ઋત્વિક રોશન અને કંગના રનૌતે ‘Kantara’ને માસ્ટરપીસ ગણાવી છે. તે એટલા માટે પણ જરૂરી છે કારણ કે અનોખા વિષય પર બનેલી કંટારાએ માત્ર 16 કરોડના બજેટમાં 400 કરોડનું બમ્પર કલેક્શન કર્યું છે. એટલું જ નહીં, કંતારા ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર ઘરે બેઠા દર્શકોનું મનોરંજન પણ કરી રહી છે.

Back to top button