ટોપ ન્યૂઝનેશનલ

જહાંગીરપુરી હિંસા કેસઃ પાકિસ્તાને આકરી પ્રતિક્રિયા આપતા UN સહિત આંતરરાષ્ટ્રીય સંસ્થાને ભારત વિરુદ્ધ બોલવા અપીલ કરી

Text To Speech

ભારતની રાજધાની દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં થયેલી હિંસા પર પાકિસ્તાને પ્રતિક્રિયા આપી છે. તાજેતરની ઘટનાઓને મુસ્લિમો વિરુદ્ધ હુમલા ગણાવતા પાડોશી દેશ પાકિસ્તાને ‘સખત નિંદા’ કરી છે. મહત્ત્વનું છે કે, તાજેતરમાં પાકિસ્તાનમાં સત્તા પરિવર્તન થયું છે અને શાહબાઝ શરીફ નવા વડાપ્રધાન બન્યા છે. ઈસ્લામાબાદથી આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે, પીએમ નરેન્દ્ર મોદી અને શરીફ જુલાઈમાં મળે તેવી શક્યતા છે.

પાકિસ્તાને મસ્જિદમાં ધ્વજ ફરકાવવા બદલ પ્રતિક્રિયા આપી
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ જહાંગીરપુરી વિસ્તારમાં હિંસા બાદ ઈસ્લામાબાદ તરફથી એક નિવેદન જારી કરવામાં આવ્યું છે. પાકિસ્તાને આ મામલે કહ્યું કે, ‘મસ્જિદમાં ધ્વજ ફરકાવવાનો ‘ઘૃણાસ્પદ’ પ્રયાસ કરવામાં આવ્યો હતો.’ જો કે, ભારત તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. ઉલ્લેખનીય છે કે, જહાંગીરપુરીમાં હનુમાન જયંતી પર એક શોભાયાત્રા દરમિયાન હિંસા ફાટી નીકળી હતી.

ભારત-પાકિસ્તાનના PM મળે તેવી શક્યતા
સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, પાકિસ્તાને વંશીય અને ધાર્મિક લઘુમતીઓના અત્યાચારના રેકોર્ડને જોવો જોઈએ. એવી અટકળો છે કે, પીએમ મોદી અને શરીફ જુલાઈમાં તાશ્કંદમાં યોજાનારી SCO સમિટ દરમિયાન મળી શકે છે. ભારત સરકારના સૂત્રોએ કહ્યું કે, શિખર સ્તરની વાટાઘાટો વિશે ચર્ચા કરવી તે ખૂબ જ વહેલું થઈ શકે છે. આ ઉપરાંત બેઠક માટે કોઈ સત્તાવાર ઠરાવ પણ કરાવામાં આવ્યો નથી.

પાકિસ્તાને વાટાઘાટો શરૂ કરી
ડિસેમ્બર 2015થી ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ વાસ્તવિક દ્વિપક્ષીય પ્રવૃત્તિઓ નથી. તે દરમિયાન બંને દેશોએ દ્વિપક્ષીય વાટાઘાટોની પ્રક્રિયા શરૂ કરી હતી. જો કે, પઠાણકોટ એરબેઝ હુમલા બાદ તેનો અંત આવ્યો હતો. પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સમુદાય અને સંયુક્ત રાષ્ટ્ર સહિત સંબંધિત આંતરરાષ્ટ્રીય માનવાધિકાર અને માનવતાવાદી સંગઠનોને ‘અલ્પસંખ્યકો અને મુસ્લિમો સામેના માનવાધિકાર ઉલ્લંઘન’ માટે ભારતને જવાબદાર ઠેરવવા હાકલ કરી છે.

Back to top button