જગન્નાથ મંદિરના છે અનેક રહસ્યો શું તમે ચાર દરવાજા વિશે જાણો છો?
- 800 વર્ષ જુનુ જગન્નાથ મંદિર ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલું છે. જગન્નાથ મંદિરના એક નહિ અનેક એવા ચમત્કાર અને રહસ્યો છે
13 જૂન, પુરીઃ આજે પુરીના જગન્નાથ મંદિરના ચારેય ગેટ ખોલી દેવાયા છે. ચાર ધામમાં સૌથી પહેલા આ મંદિરનું નામ આવે છે. 800 વર્ષ જુનુ આ મંદિર ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલું છે. આ મંદિરમાં એક નહિ અનેક એવા ચમત્કાર અને રહસ્યો છે, જે લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. જાણો આ મંદિરની વિશેષતાઓ વિશે.
જગન્નાથ મંદિરના આ છે રહસ્યો
એવું કહેવાય છે કે આ મંદિરનો પરછાયો કદી જમીન પર પડતો નથી. તમે ક્યારેય તેના શિખરની છાયા જોઈ શકતા નથી. આ ઉપરાંત આ મંદિર ઉપર કોઈ પક્ષી ઉડતું નથી. પ્લેન પણ આ મંદિર ઉપરથી ઉડતું નથી. જગન્નાથ મંદિરના શિખર પર એક સુદર્શન ચક્ર પણ છે, જેના વિશે એવું કહેવાય છે કે તેને કોઈ પણ જગ્યાએથી જોઈ લો, તેનું મોં તમારી તરફ સીધું જ લાગશે. એવું કહેવાય છે કે સમુદ્ર નજીક હોવા છતાં મંદિરની અંદર સમુદ્રની લહેરોનો અવાજ કોઈને પણ સંભળાતો નથી. તમે મંદિરની બહાર જેવા નીકળશો તરત જ દરિયાની લહેરો સંભળાવા લાગશે.
દરેક દ્વારની છે પોતાની ખાસિયત
મંદિરના ચાર દરવાજા હતા, પરંતુ કોવિડ મહામારી દરમિયાન બે દરવાજા બંધ કરી દેવાયા હતા. ચાર દરવાજા મતલબ કે ચાર દિશાઓ. આ ચારેય દરવાજા ચાર દિશાઓમાં પડે છે. પહેલા દ્વારનું નામ છે સિંહ દ્વાર, તે પૂર્વ દિશામાં છે. તેને મોક્ષ દ્વાર પણ કહેવાય છે. ત્યારબાદ આવે છે વ્યાઘ્ર ધ્વાર એટલે કે વાધ દ્વાર, તેમાંથી સાધુ સંતો પ્રવેશ કરે છે. ત્યારબાદ હસ્તિ દ્વાર એટલે કે હાથી દ્વાર, તે ઉત્તર દિશામાં છે. અશ્વ દ્વાર દક્ષિણ દિશામાં છે. તેમાંથી જીતની કામના લઈને સૈનિકો પ્રવેશ કરે છે.
આ પણ વાંચોઃ ઓડિશામાં ભાજપની સરકાર બનતાની સાથે જ જગન્નાથ મંદિરના ચારેય દરવાજા ખુલ્યા