ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

‘છોકરો મૂર્ખ છે’ જગતગુરુ રામભદ્રાચાર્યએ અભિનવ અરોરાને લઈને આપ્યું નિવેદન, વીડિયો વાયરલ

  • જગદગુરુ સ્વામી રામભદ્રાચાર્યનો કન્ટેન્ટ ક્રિએટર અભિનવ અરોરાને ઠપકો આપતો વીડિયો વાયરલ 

નવી દિલ્હી, 28 ઓક્ટોબર: 10 વર્ષ જૂના કન્ટેન્ટ ક્રિએટર અભિનવ અરોરાનો એક વીડિયો હાલ ચર્ચામાં છે. આ વીડિયોમાં તેને મંચ પર જગદગુરુ સ્વામી રામભદ્રાચાર્ય દ્વારા ઠપકો મળતો જોવા મળે છે. સ્વામી અભિનવને સ્ટેજ પરથી નીચે ઉતરવાની સૂચના આપે છે અને કહે છે, “તમે પહેલા નીચે જાઓ. તેમને નીચે જવા માંટે કહો. જ્યારે અભિનવ નીચે ન ઉતાર્યો ત્યારે આ વાત બે વાર કહેવામાં આવી. હવે આ વાયરલ વીડિયો પર સ્વામી રામભદ્રાચાર્યએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે,”તે આટલો મૂર્ખ છોકરો છે કે તે કહે છે કે કૃષ્ણ તેની સાથે અભ્યાસ કરતાં હતા… શું ભગવાન તેની સાથે અભ્યાસ કરશે? મેં તેને વૃંદાવનમાં પણ ઠપકો આપ્યો હતો.” આ વીડિયો પર અભિનવ અરોરાએ પોતાની પ્રતિક્રિયા આપી છે.

જૂઓ સ્વામી રામભદ્રાચાર્યએ કેવી પ્રતિક્રિયા આપી


અભિનવ અરોરાનું નિવેદન, કહ્યું: ‘આ જૂનો વીડિયો છે’

અભિનવ અરોરાએ આ સમગ્ર વિવાદ પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આ વીડિયો જૂનો છે. આ વીડિયો તાજેતરનો નથી પરંતુ લગભગ એક વર્ષ કે દોઢ વર્ષ જૂનો છે અને તે વૃંદાવનનો છે, પ્રતાપગંજનો નથી જે બતાવવામાં આવી રહ્યો છે.

જૂઓ વીડિયો

 

 

View this post on Instagram

 

A post shared by Edge Stream (@edge.stream)

‘તમને તમારા માતા-પિતાએ ક્યારેય ઠપકો નથી આપ્યો?’

પોતાના અનુયાયીઓને પ્રશ્ન કરતા અભિનવે કહ્યું કે, “શું તમને તમારા માતા-પિતા દ્વારા ક્યારેય ઠપકો આપવામાં આવ્યો નથી? શું તમારા શિક્ષકે તમને ઠપકો આપ્યો નથી? જ્યારે આટલા મહાન ગુરુ સ્વામી રામભદ્રાચાર્યે મને ઠપકો આપ્યો, તો પછી તેને દેશનો સૌથી મોટો મુદ્દો કેમ બનાવવામાં આવી રહ્યો છે?” તેણે આગળ કહ્યું કે, “કોઈએ એમ કેમ ન કહ્યું કે આ પછી જગદગુરુ રામાનંદાચાર્યએ તેમને પોતાના રૂમમાં બોલાવીને આશીર્વાદ આપ્યા.”

‘હું શાળાએ જાઉં છું પણ ટ્રોલિંગને કારણે જઈ શકતો નથી’

શિક્ષણને લઈને ઉભા થઈ રહેલા પ્રશ્નો પર અભિનવે કહ્યું કે, તે શાળાએ જાય છે, પરંતુ સતત ટ્રોલ થવાને કારણે તે હવે શાળાએ જઈ શકતો નથી. તેણે કહ્યું કે, “ટ્રોલિંગ એટલું વધી ગયું છે કે, હું શાળાએ જઈ શકતો નથી. મારી બહેન પણ મારા કારણે શાળાએ જઈ શકતી નથી.”

‘બાળ સંત’ પર ઉઠી રહ્યા છે સવાલ, લોકો કહી રહ્યા છે ‘બાળકનું શોષણ’

હાલના દિવસોમાં અભિનવ અરોરાના બાળ સંત હોવાના દાવા પર પ્રશ્નો ઉઠવા લાગ્યા છે. ઘણા લોકો કહે છે કે, બાળકને ધાર્મિક સભાઓમાં સામેલ કરીને તેનું શોષણ કરવામાં આવે છે. ઘણા લોકો અભિનવ અરોરાને એમ કહીને ટ્રોલ પણ કરે છે કે, તે સ્કૂલ કેમ નથી જતો.

આ પણ જૂઓ: રતન ટાટા નોએલ ટાટા વિશે શું વિચારતા હતા, પુસ્તકમાં મોટો ખુલાસો

Back to top button