રોહિત પછી જાડેજા-અક્ષરનું બેટથી શાનદાર પ્રદર્શન, ઓસ્ટ્રેલિયા તરફથી મર્ફીની 5 વિકેટ
મેચનો બીજો દિવસ રસપ્રદ રહ્યો હતો. બીજા દિવસે રોહિત શર્માએ સદી ફટકારી હતી. ટોડ મર્ફીએ પાંચ વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાની મેચમાં મજબુત પકડ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સૌરાષ્ટ્રના સ્ટાર ઓલરાઉન્ડર અને 5 મહિના પછી વાપસી કરનાર રવિન્દ્ર જાડેજા અને તાજેતરમાં લગ્ન કરી પ્રથમ ટેસ્ટ મેચ કમ બેક કરનાર અક્ષર પટેલની અડધી સદીના કારણે મેચ પર ભારતની પકડ મજબૂત થઇ ગઈ છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નાગપુર ટેસ્ટના બીજા દિવસે પણ ટીમ ઈન્ડિયાનો દબદબો જારી રહ્યો હતો. બીજા દિવસની રમતના અંતે ભારતનો સ્કોર 321/7 છે. ભારત પાસે 144 રનની લીડ છે જ્યારે ત્રણ વિકેટ બાકી છે. આ સિવાય બે સેટ બેટ્સમેન ક્રિઝ પર છે. રવિન્દ્ર જાડેજા 66 અને અક્ષર પટેલ 52 રન બનાવીને રમી રહ્યા છે. મેચમાં ત્રણ દિવસની રમત બાકી છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા ત્રીજા દિવસે પણ વધુમાં વધુ રન બનાવીને મેચમાં પોતાની પકડ મજબૂત કરવા ઈચ્છશે.
આ પણ વાંચો:IND vs NZ: ટોસ દરમિયાન રોહિત શર્માએ કરી મોટી ભૂલ, VIDEO જોઈને તમે પણ હસવા લાગશો
મેચનો બીજો દિવસ કેવો રહ્યો?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નાગપુર ટેસ્ટના બીજા દિવસે પણ ટીમ ઈન્ડિયાની પકડ મજબુત રહી હતી. બીજા દિવસની રમતના અંતે ભારતનો સ્કોર 321/7 છે. ભારત પાસે 144 રનની લીડ સાથે જ્યારે ત્રણ વિકેટ બાકી છે. આ સિવાય બે સેટ બેટ્સમેન મેદાન પર છે. રવિન્દ્ર જાડેજા 66 અને અક્ષર પટેલ 52 રન બનાવીને સારુ પ્રદર્શન કરી રહ્યા છે. મેચમાં ત્રણ દિવસની રમત બાકી છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા ત્રીજા દિવસે પણ વધુમાં વધુ રન બનાવીને મેચમાં પોતાની પકડ મજબૂત કરે તેવું લાગી રહ્યું છે.
રોહિત અને જાડેજાએ 61 રનની ભાગીદારી કરી હતી. આ દરમિયાન રોહિતે મહત્વપૂર્ણ સદી ફટકારી હતી. નવો બોલ આવ્યા પછી પેટ કમિન્સે તેને 120 રનના સ્કોર પર બોલ્ડ કર્યો હતો. આ પછી શ્રીકર ભરત પણ આઠ રન બનાવી મર્ફીનો પાંચમો શિકાર બન્યો હતો. એક સમયે એવું લાગતું હતું કે ભારત ઝડપથી પવેલિયન ભેગું થઇ જશે, પરંતુ જાડેજા અને અક્ષર ઇન્ડિયાની વારે આવ્યા. બંનેએ અત્યાર સુધી 81 રનની ભાગીદારી કરી છે. જાડેજા 66 અને અક્ષર 52 રન બનાવીને અણનમ છે. બંને મેચના ત્રીજા દિવસે ભારતની લીડને 200 રનથી આગળ લઈ જવાનો પ્રયાસ કરશે. આ સિવાય બંને સદી ફટકારવાનો પ્રયાસ કરશે.
આ પણ વાંચો:‘તેને ઘરે બેસી રહેવા કહો…’, આ અનુભવીએ રોહિત શર્મા વિશે આપ્યું આશ્ચર્યજનક નિવેદન
મેચના પ્રથમ દિવસે શું થયું?
પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ મોહમ્મદ સિરાજ અને શમીએ ભારત માટે શાનદાર શરૂઆત કરી હતી. બે રનના સ્કોર પર કાંગારૂ ટીમના બંને ઓપનરોને પેવેલિયન ભેગા કર્યા હતા. આ પછી સ્મિથ અને લાબુશેને શાનદાર ભાગીદારી કરીને ટીમને સંભાળી લીધી અને લંચ બ્રેક સુધી કોઈ વિકેટ પડવા દીધી નહીં. પ્રથમ સેશનમાં ભારતને બે વિકેટ મળી હતી અને ઓસ્ટ્રેલિયાએ 76 રન બનાવ્યા હતા.
બીજા સેશનમાં જાડેજાએ માર્નસ લાબુશેનને 49 રન પર આઉટ કરીને 82 રનની ભાગીદારી તોડી અને તરત બીજા બોલે મેટ રેનશોને આઉટ કર્યો. થોડા સમય બાદ સ્ટીવ સ્મિથ પણ 37 રન બનાવીને જાડેજાનો શિકાર બન્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમ 109 રનમાં પાંચ વિકેટ ગુમાવીને બેકફૂટ પર આવી ગઈ હતી. જોકે પીટર હેન્ડ્સકોમ્બ અને એલેક્સ કેરીએ ઓસ્ટ્રેલિયાને મેચમાં પરત લાવવા માટે 53 રનની ભાગીદારી કરી હતી, પરંતુ અશ્વિને કેરીને તેની ટેસ્ટ કારકિર્દીની 450મો શિકાર બનાવ્યો હતો. આ પછી તેણે પેટ કમિન્સને ખાતું પણ ખોલવા દીધું ન હતું. ટી બ્રેક પહેલા જાડેજાએ ટોડ મર્ફીને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાનો સ્કોર 174/8 સુધી ઘટાડી દીધો હતો.
આ પણ વાંચો:IND vs AUS 1 ટેસ્ટ : ઓસ્ટ્રેલિયા 178 રનમાં જ ઓલઆઉટ, જાડેજાએ કર્યો કમાલ
ત્રીજા સેશનમાં જાડેજાએ પીટર હેન્ડ્સકોમ્બને 31 રને આઉટ કર્યો અને ટેસ્ટ ક્રિકેટમાં 11મી વખત એક ઇનિંગ્સમાં પાંચ વિકેટ લીધી. આ પછી અશ્વિને સ્કોટ બોલેન્ડને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સનો 177 રનમાં અંત આણ્યો હતો. આ પછી કેપ્ટન રોહિત શર્મા અને લોકેશ રાહુલની ઓપનિંગ જોડીએ ભારતને શાનદાર શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 76 રન જોડ્યા હતા. પ્રથમ દિવસની રમત પૂરી થાય તે પહેલા રાહુલ 20 રન બનાવીને ટોડ મર્ફીના હાથે આઉટ થયો હતો.