મનોરંજન

જેક્લિને કહ્યું- ED મને પરેશાન કરી રહી છે, કોર્ટે પૂછ્યું- પુરાવા હતા તો ધરપકડ કેમ ન કરી ?

Text To Speech

મની લોન્ડરિંગ કેસમાં બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની નિયમિત જામીન અરજી પર આજે પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેને લઈને જેકલીન કોર્ટ પહોંચી હતી. કોર્ટમાં સુનાવણી દરમિયાન જેકલીન ફર્નાન્ડિઝે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પર તેને હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે તેણે એમ પણ કહ્યું કે તેના પર લાગેલા તમામ આરોપો પાયાવિહોણા છે.

જેકલીન ફર્નાન્ડિઝે કોર્ટમાં કહ્યું હતું કે તે તેના કામના સંબંધમાં વિદેશ આવતી જતી રહે છે, પરંતુ મને અટકાવવામાં આવી હતી. હું ગયા વર્ષે જાન્યુઆરીમાં મારી માતાને મળવા જતી હતી. પણ મને જવા દીધી નહિ. આટલું જ નહીં, જેકલીને કોર્ટમાં કહ્યું કે તેણે આ અંગે તપાસ એજન્સીને મેઈલ પણ કર્યો હતો, પરંતુ તેના તરફથી કોઈ જવાબ આવ્યો નથી.

‘ઇડી મને પરેશાન કરી રહી છે’

કોર્ટમાં સુનાવણી દરમિયાન જેકલીનના વકીલે કહ્યું કે તેણે કંઈ કર્યું નથી અને તે તપાસમાં સહકાર આપી રહી છે. પરંતુ આ મામલે ED તેમને હેરાન કરી રહી છે. અભિનેત્રીના વકીલે કહ્યું કે આ કેસમાં જેકલીને પોતે સરેન્ડર કર્યું છે અને કોર્ટે તેને વચગાળાના જામીન પણ મંજૂર કર્યા છે. બીજી તરફ, સુનાવણી શરૂ થતાં જ કોર્ટે EDના વકીલને કેસ સાથે સંબંધિત તમામ દસ્તાવેજોની નકલો આપવા કહ્યું. સપ્લીમેન્ટરી ચાર્જશીટની નકલ પણ આપવામાં આવે તેવું પણ જણાવાયું હતું.

કોર્ટમાં સુનાવણી દરમિયાન EDના વકીલે કહ્યું કે તમે પિક એન્ડ સકની નીતિ કેમ અપનાવી રહ્યા છો. EDએ કોર્ટને વધુમાં જણાવ્યું કે જ્યારે જેક્લીનનો સામનો પુરાવા સાથે કરવામાં આવ્યો ત્યારે તેણે હકીકત જણાવી. EDએ કોર્ટને એ પણ જણાવ્યું કે જેકલીન એક વિદેશી નાગરિક છે અને તેનો પરિવાર શ્રીલંકામાં રહે છે. EDએ કોર્ટને જણાવ્યું કે ડિસેમ્બર 2021માં જેકલીને પણ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. એ જ EDનું આ નિવેદન સાંભળીને કોર્ટે સવાલ કર્યો કે જો તમારી પાસે જેકલીન વિરુદ્ધ પૂરતા પુરાવા છે તો તમે તેની ધરપકડ કેમ ન કરી? કોર્ટે EDને પૂછ્યું કે તમે LOC જારી કર્યું છે પરંતુ ધરપકડ કેમ નથી કરી.

આ પણ વાંચો : ભાજપના ક્યા ઉમેદવાર ક્યાંથી લડશે ચૂંટણી, જુઓ આખું લિસ્ટ

Back to top button