સલમાન ખાને આ કારણોથી બનાવી હતી જેકલીનથી દૂરી
મની લોન્ડરિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝની મુશ્કેલીઓ વધી રહી છે. છેલ્લા 6 દિવસમાં દિલ્હી પોલીસના EOWએ તેની બે વખત પૂછતાછ કરી છે. તાજેતરના અહેવાલો અનુસાર, જેકલીનના મિત્ર અને સુપરસ્ટાર સલમાન ખાનનું મની લોન્ડરિંગ કેસમાં નામ આવતા સલમાને આ કેસ અને જેકલીનથી દૂરી બનાવી લીધી છે. સલમાન પહેલા જ અનેક કેસને લઈને વિવાદમાં સંપડાયેલો છે ત્યારે નવી મુશ્કેલીઓ માંથે લઈને સલમાન નવા વિવાદમાં ફસાવવા નથી માંગતો.
સલમાને નવા વિવાદમાં નથી પડવું
બોલિવૂડ લાઈફના અહેવાલ મુજબ, સલમાન ખાન મુશ્કેલ સમયમાં હંમેશા તેના મિત્રોની સાથે હોય છે, પરંતુ જેકલીનના કિસ્સામાં તેણે પોતાને દૂર કરી લીધો છે. ખરેખર, સલમાન ખાન હવે કોઈ નવા વિવાદમાં ફસવા માંગતો નથી. તેના કેટલાક કેસ પહેલેથી જ કોર્ટમાં ચાલી રહ્યા છે. આથી તેણે તેની મિત્ર જેકલીનથી અંતર વધારી દીધું છે. રિપોર્ટ્સ અનુસાર, સમલાને જેકલીનને સુકેશથી દૂર રહેવાની સલાહ પણ આપી હતી.
સુકેશ તરફથી મળેલી ભેટ અને સંબંધ અંગેનો પ્રશ્ન
સોમવારે જેકલીનની EOW દ્વારા લગભગ 7 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. આમાં તેણીનો સુકેશ ચંદ્રશેખર સાથેનો સંબંધ?, તેણીને સુકેશ પાસેથી મોંઘી ભેટ કેમ મળી?, તેણી સુકેશને કેટલી વાર મળી અને કેટલા સમયથી ઓળખતી હતી? મહત્વના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ પહેલા 14 સપ્ટેમ્બરે તેમણે લગભગ 8 કલાક સુધી સવાલ-જવાબ કર્યા હતા.
સુકેશે જેકલીનને મોંઘી ભેટ આપી હતી
સુકેશે અભિનેત્રીને 50 લાખનો એસ્પ્યુએલા નામનો ઘોડો અને 9-9 લાખ રૂપિયાની બિલાડી ભેટમાં આપી હતી. 3 ગૂચી ડિઝાઈનર બેગ, 2 ગૂચી જિમ વેર, લૂઈસ વીટનના જૂતાની જોડી, હીરાની બુટ્ટીઓની બે જોડી, રૂબી બ્રેસલેટ, બે હર્મિસ બ્રેસલેટ અને એક મિની કૂપર કાર.
સુકેશે તિહાર જેલમાં બેસીને 200 કરોડની છેતરપિંડી કરી હતી
સુકેશ ચંદ્રશેખર સંબંધિત મામલામાં સૌથી પહેલા દિલ્હી પોલીસમાં FIR નોંધવામાં આવી હતી. દિલ્હી EOWએ ઓગસ્ટમાં તે FIR પર તપાસ શરૂ કરી હતી. આ કેસમાં ઇડીએ મની લોન્ડરિંગની તપાસ પણ શરૂ કરી હતી. સુકેશ પર રેનબેક્સીના ભૂતપૂર્વ પ્રમોટર શિવિન્દર સિંહ અને માલવિંદર સિંહની પત્નીઓને જેલમાંથી બહાર કાઢવાના બહાને 200 કરોડથી વધુની છેતરપિંડી કરવાનો આરોપ છે.
સુકેશ પોતાને વડાપ્રધાન કાર્યાલય અને ક્યારેક ગૃહ મંત્રાલય સાથે જોડાયેલા અધિકારી તરીકે ઓળખાવતો હતો. આ છેતરપિંડીમાં તિહાર જેલના ઘણા અધિકારીઓ પણ સામેલ હતા. સુકેશ આ તમામને મોટી રકમ આપતો હતો. EDએ 24 ઓગસ્ટના રોજ ચેન્નાઈમાં સુકેશનો સી-ફેસિંગ બંગલો જપ્ત કર્યો હતો. બંગલામાંથી 82.5 લાખ રૂપિયા, 2 કિલો સોનું અને 12થી વધુ લક્ઝરી કાર જપ્ત કરવામાં આવી છે.