નેશનલમનોરંજન

મની લોન્ડ્રિંગ કેસમાં આજે થશે જેક્લીન ફર્નાન્ડિસની જામીન પર સુનાવણી, કોર્ટમાં હાજર રહેશે

Text To Speech

નવી દિલ્હીઃ 200 કરોડના છેતરપિંડી કેસમાં બોલિવૂડ એક્ટ્રેસ જેક્લીન ફર્નાન્ડિસ તરફથી નિયમિત જામીન અરજી પર પટિયાલા હાઉસ કોર્ટ આજે સુનાવણી કરશે. પટિયાલા હાઉસ કોર્ટમાં બોલિવૂડ એક્ટ્રેસ જેક્લીન ફર્નાન્ડિસ બપોરે 2 વાગ્યે હાજર થશે. પટિયાલા હાઉસ કોર્ટથી જેક્લીનને મળેલી જામીનનો ED વિરોધ પણ કરી શકે છે. ગત સુનાવણીમાં કોર્ટે જેક્લીન ફર્નાન્ડિસને વચગાળાના જામીન આપ્યા હતા.

જેક્લીનની જામીન અરજી પર સુનાવણી
સુકેશ ચંદ્રશેખરના 200 કરોડની વસૂલાત મામલે જેક્લીન ફર્નાન્ડિસ સહ આરોપી છે. આ કેસમાં EDએ 17 ઓગસ્ટે એક ચાર્જશીટ દાખલ કરી જેક્લીનને આરોપી બનાવી હતી. જે બાદ કોર્ટે તેને સમન્સ મોકલ્યું હતું. મની લોન્ડ્રિંગ કેસમાં આરોપી બનાવવામાં આવ્યા બાદ જેક્લીનના વકીલે તેની જામીન અરજી દાખલ કરી હતી.

જોકે આ દરમિયાન જેક્લીન ફર્નાન્ડિસને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટ તરફથી વચગાળાના જામીન આપી દીધા હતા. પરંતુ આ કેસને લઈને રેગ્યુલર જામીન અરજી પર 22 ઓગસ્ટે એટલે કે આજે સુનાવણી થશે. ઈ ટાઈમ્સના સમાચાર મુજબ જેક્લીન ફર્નાન્ડિસના વકીલે જણાવ્યું કે શનિવારે અમે દિલ્હીની વિશેષ અદાલત સામે હાજર થશું. હાલ કેસ જેક્લીન ફર્નાન્ડિસની જામીન અરજી પર અંતિમ ડિબેટ માટે સૂચીબદ્ધ છે. છેલ્લાં 1 વર્ષથી જેક્લીન ફર્નાન્ડિસનું નામ મહાઠગ સુકેશ ચંદ્રશેખર કેસમાં સતત ચર્ચામાં રહ્યું છે.

સુકેશ સાથે લગ્ન કરવા માગતી હતી જેક્લીન

Jacqueline Fernandez
EDની તપાસમાં જેક્લીને એક વખત જણાવ્યું હતું કે તે સુકેશને પોતાના સપનાંનો રાજકુમાર માનતી હતી. એટલું જ નહીં એક્ટ્રેસ આ મહાઠગ સાથે લગ્ન કરવાનું સપનું પણ જોતી હતી.

ED સુકેશ ચંદ્રશેખર કેસને લઈને જેક્લીન ફર્નાન્ડિસની અનેક વખત પૂરપરછ કરી ચુક્યું છે. EDની આ તપાસ અને સુનાવણીમાં જેક્લીન ફર્નાન્ડિસે સંપૂર્ણ સહયોગ આપ્યો છે. EDની તપાસમાં જેક્લીને એક વખત જણાવ્યું હતું કે તે સુકેશને પોતાના સપનાંનો રાજકુમાર માનતી હતી. એટલું જ નહીં એક્ટ્રેસ આ મહાઠગ સાથે લગ્ન કરવાનું સપનું પણ જોતી હતી. હવે શનિવારે કોર્ટમાં જેક્લીનને જામીન મળે છે કે નહીં તે જોવાનું રહ્યું.

Back to top button