સુકેશ કેસમાં જેકલીન ફર્નાન્ડિસને રાહત, વચગાળાના જામીન 10 નવેમ્બર સુધી લંબાયા
બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘રામ સેતુ’માં જોવા મળશે. હાલમાં જેકલીન ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે પરંતુ તેને સુકેશ ચંદ્રશેખર કેસને લઈને દિલ્હી પહોંચવું પડ્યું હતું. હાલમાં સુકેશ કેસમાં જેકલીનને મોટી રાહત મળી છે. તેમના વચગાળાના જામીન 10 નવેમ્બર સુધી લંબાવવામાં આવ્યા છે. શનિવારે બપોરે અભિનેત્રી દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટ પહોંચી હતી. તેણીએ જામીન અરજી પર સુનાવણીમાં હાજરી આપી હતી.
#WATCH | Actor Jacqueline Fernandez arrives at Delhi's Patiala House Court in connection with her regular bail plea over the Rs 200 crore money laundering case involving conman Sukesh Chandrashekar pic.twitter.com/1odhntu1R4
— ANI (@ANI) October 22, 2022
જામીન સુનાવણી
અગાઉ 26 સપ્ટેમ્બરે જેકલીનને 50,000 રૂપિયાના જામીન પર કોર્ટે વચગાળાના જામીન આપ્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ તેની પૂરક ચાર્જશીટમાં જેકલીન ફર્નાન્ડિસને આરોપી તરીકે નામ આપ્યું હતું. કોર્ટમાં હાજરી આપવા જતાં તેની તસવીરો સામે આવી છે. તે વકીલોની ટીમ સાથે પટિયાલા હાઉસ કોર્ટ પહોંચી હતી. શનિવારે જેકલીનની નિયમિત જામીન માટેની અરજી પર સુનાવણી માટે તારીખ આપવામાં આવી હતી.
8 કલાક સુધી પૂછપરછ ચાલી હતી
તમને જણાવી દઈએ કે ચાર્જશીટમાં આરોપ મુકાયા બાદ જેકલીનને દિલ્હીના અધિકારીઓએ પૂછપરછ માટે બોલાવી હતી અને લગભગ 8 કલાક સુધી તેની પૂછપરછ કરવામાં આવી હતી. જેકલીન પર આરોપ છે કે તે સુકેશ ચંદ્રશેખરની ગતિવિધિઓ વિશે જાણતી હતી. આ બધું હોવા છતાં તે તેની સાથે જ રહી. જેક્લિને સુકેશ પાસેથી લગભગ 7 કરોડ રૂપિયાની મોંઘી ગિફ્ટ લીધી હતી. જેમાં લક્ઝરી વસ્તુઓનો સમાવેશ થતો હતો. માત્ર જેકલીન જ નહીં, સુકેશે તેના પરિવારને પણ આર્થિક મદદ કરી હતી. આ કેસમાં તેમના સિવાય નોરા ફતેહીનું નામ પણ સામે આવ્યું હતું. EDની પ્રથમ ચાર્જશીટમાં બંને અભિનેત્રીઓનું નામ સાક્ષી તરીકે આપવામાં આવ્યું હતું. જ્યારે જેકલીનને બાદમાં આ કેસમાં આરોપી બનાવવામાં આવી હતી.
આ પણ વાંચો : ડેન્ગ્યુના કારણે સલમાન ખાન Bigg Boss 16થી બાહર, હવે આ સ્ટાર કરશે શો હોસ્ટ