ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

જેકી શ્રોફના નામ અને અવાજનો ઉપયોગ પરવાનગી વિના નહીં થાય: હાઈકોર્ટ

  • કોર્ટે ‘ભિડુ’ શબ્દનો ઉપયોગ કરનારા રેસ્ટોરન્ટ માલિકને નોટિસ ફટકારી

નવી દિલ્હી, 18 મે: દિલ્હી હાઈકોર્ટે વિવિધ સંસ્થાઓને અભિનેતા જેકી શ્રોફનું નામ, અટક (જેકી અને જગ્ગુ દાદ્દા) તેમજ તેમના અવાજ અને તસવીરોનો ઉપયોગ પરવાનગી વિના વ્યવસાયિક હેતુઓ માટે કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. કોર્ટે કહ્યું છે કે, ઈ-કોમર્સ વેબસાઈટ અને ઓપરેટીંગ AI ચેટબોટ પ્લેટફોર્મ પર વોલપેપર, ટી-શર્ટ અને પોસ્ટર વગેરે વેચતી સંસ્થાઓ અભિનેતાના વ્યક્તિત્વ અને પ્રચાર અધિકારોનું ઉલ્લંઘન કરી રહી છે. આ સાથે કોર્ટે ‘ભીડુ’ શબ્દનો ઉપયોગ કરનાર રેસ્ટોરન્ટ માલિકને પણ નોટિસ ફટકારી છે.

 

અવાજ અને તસવીરો પર અભિનેતાની અધિકાર 

જસ્ટિસ સંજીવ નરુલાની કોર્ટે 15 મેના રોજ પોતાના વચગાળાના આદેશમાં કહ્યું કે, જેકી શ્રોફ એક સેલિબ્રિટી છે. તેઓ તેમના વ્યક્તિત્વ અને વિશેષતાઓ પર સ્વાભાવિક રીતે અધિકાર ધરાવે છે. આ સાથે કોર્ટે બે કન્ટેન્ટ ક્રિએટર્સ સામે પણ નિર્દેશ આપ્યો છે. આ કન્ટેન્ટ ક્રિએટર્સે જેકી શ્રોફના વીડિયોને અત્યંત અપમાનજનક શબ્દો સાથે પ્રકાશિત કર્યો હતો.

જેકી શ્રોફને આર્થિક નુકસાન થઈ હોવાનું કોર્ટે સ્વીકાર્યું 

કોર્ટે પોતાના નિર્ણયમાં એમ પણ કહ્યું કે, વાદી(જેકી શ્રોફ)એ પોતાની દલીલો દ્વારા પોતાનો કેસ સંપૂર્ણ રીતે સ્થાપિત કર્યો છે. અદાલતે અભિનેતાનું નામ, ઉપનામ (જેકી અને જગ્ગુ દાદા) સહિત તેમનો અવાજ અને તસવીરોનો પરવાનગી વિના વ્યાપારી હેતુઓ માટે ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. જો આ કેસમાં સ્ટે મંજૂર કરવામાં નહીં આવે, તો તેનાથી વાદીને આર્થિક નુકસાન થશે. આ ઉપરાંત, વાદીના સન્માન સાથે જીવવાના અધિકારને પણ નુકસાન થશે.

પ્રચાર અધિકારોનું ઉલ્લંઘન

કોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે, તે સ્પષ્ટ છે કે કેટલાક પ્રતિવાદીઓની કથિત ગતિવિધિઓએ પ્રથમ દૃષ્ટિએ અભિનેતાના વ્યક્તિત્વનું શોષણ કરીને વ્યવસાયિક લાભ મેળવ્યો છે. આવા પ્રતિવાદીઓએ પરવાનગી વિના અભિનેતાનું નામ, તસવીર, અવાજ અને અન્ય લાક્ષણિકતાઓનો ઉપયોગ કર્યો છે. જેનથી અભિનેતાના વ્યક્તિત્વ અને પ્રચાર અધિકારોનું ઉલ્લંઘન થયું છે. તેથી, કોર્ટનો ચુકાદો પ્રતિવાદી નંબર 3-4, 6-7, 13 અને 14 વિરુદ્ધ છે.

અમિતાભ બચ્ચન અને અનિલ કપૂરની અરજીનો સંદર્ભ

આ સાથે કોર્ટે કેટલીક અન્ય સંસ્થાઓને પણ નોટિસ ફટકારી છે. આ સંસ્થાઓમાં એક YouTube કન્ટેન્ટ ક્રિએટરનો સમાવેશ થાય છે જેણે કથિત રીતે અપમાનજનક વીડિયો હોસ્ટ કર્યો હતો અને એક રેસ્ટોરન્ટ માલિક કે જેણે તેના આઉટલેટ માટે નોંધાયેલા ટ્રેડમાર્ક ‘ભિડુ’ શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ સાથે, કોર્ટે એમ પણ કહ્યું કે, તે કોઈપણ આદેશ આપતા પહેલા યુટ્યુબરની વાત સાંભળવા માંગે છે. આ કેસમાં જેકી શ્રોફના વકીલે તેમની દલીલોમાં અભિનેતા અમિતાભ બચ્ચન અને અનિલ કપૂર દ્વારા દાખલ કરવામાં આવેલી સમાન અરજીઓમાં હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશોને ટાંક્યા હતા.

આ પણ જુઓ: અનિલ અંબાણીની કંપની વેચવા માટે 10 દિવસનો સમય આપવાની RBIને વિનંતી

Back to top button