જેકી શ્રોફે મંજુરી વગર ‘ભિડુ’ શબ્દનો ઉપયોગ કરનારની સામે દિલ્હી હાઈકોર્ટમાં નોંધાવી ફરિયાદ
નવી દિલ્હી, 14 મે: બોલિવુડ અભિનેતા જેકી શ્રૉફ પોતાના વ્યક્તિત્ત્વ અને પ્રચાર અધિકારોની સુરક્ષાની માંગ કરવા માટે દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. તેમની મંજુરી વગર લોકો તેમના નામ, ફોટો, અવાજ અને ‘ભિડુ’ શબ્દનો ઉપયોગ કરનારી વિવિધ સંસ્થાઓની વિરુધ્ધ ફરિયાદ દાખલ કરી છે. આ કેસ તે સંસ્થાઓ અને સંગંઠનો વિરુધ્ધમાં નોંધાયો છે કે જે જેકી શ્રોફના નામનો ઉપયોગ તેમની મંજુરી વગર વ્યવસાયિક લાભ માટે કર રહ્યા છે. આશા છે કે કોર્ટ આ કેસમાં જલ્દી પોતાનો નિર્ણય સંભળાવશે જેથી અભિનેતાના પ્રચાર અધિકારની રક્ષા કરી શકાય.
બોલિવુડના ભિડુએ પોતાના વ્યક્તિગત અને પ્રચાર અધિકારોની સુરક્ષાની માંગ કરતા દિલ્હી હાઈકોર્ટમાં ફરિયાદ નોંધાવી છે. જેકી શ્રોફ દ્વારા કરાયેલી ફરિયાદ મુજબ, તેમની અનુમતિ વિના તેમના નામ, ફોટો, અવાજ અને શબ્દ ‘ભીડૂ’નો ઉપયોગ કરનાર પર એક્શન લેવામાં આવે અને 2 કરોડનો દંડ પણ ફટકારવામાં આવે..
પહેલા પણ અભિનેતાઓએ નોંધાવી છે ફરિયાદ
આ પહેલી વાર નથી કે કોઈ પણ બૉલીવુડ અભિનેતાને ગુપ્તતા અને પ્રચાર અધિકાર માટે અદાલત પાસેથી મદદ માંગી હોય. આ પહેલા પણ દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનને લોકોને અભિનેતાની નકલ કરવા અને તેમની અનુમતિ વિના તેમના અવાજનો ઉપયોગ કરવા રોકવા માટે મુંબઈની હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. બીજી બાજુ, ગયા વર્ષે અનિલ કપૂરે પણ પોતાની વ્યક્તિગત અધિકારોની રક્ષા માટે દિલ્હી હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. આ સિવાય, આ વર્ષે જાન્યુઆરીમાં અનિલ કપુર આ કેસ જીતી ગયા હતા. જેમાં તેઓએ ‘ઝક્કાસ’ શબ્દ વાળો તકિયા કલામ, પોતાનું નામ, અવાજ, બોલવાની રીત, છબિ, સમાનતા અને હાવભાવની સુરક્ષાની માંગ કરી હતી. તેમનું કહેવું હતું કે આનો પ્રયોગ ન થવો જોઈએ.કર્યો.
જેકી શ્રોફની ફિલ્મો
જેકી શ્રોફના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ક્વોટેશન ગેંગમાં જોવા મળશે. આ સિવાય તે છેલ્લે રજનીકાંતની ફિલ્મ ‘જેલર’માં જોવા મળ્યો હતો. જ્યારે, ઓટીટી પ્લેટફોર્મ પર પણ તેની રોમાંટીક જોડી જોવા મળી હતી. શ્રોફ નીના ગુપ્ત સાથે મસ્તી મે રહને કા માં જોવા મળ્યો હતો. એક્ટરની સુપરહિટ ફિલ્મોની વાત કરીએ તો આ લિસ્ટમાં ‘રામ લખન’, ‘બોર્ડર’ ,’લજ્જા’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. જેકી શ્રોફે તેમની મંજુરી વગર ભિડુ શબ્દનો ઉપયોગ કરતા દિલ્હીહાઈકોર્ટમાં નોંધાવી ફરિયાદ
આ પણ વાંચો: તારક મહેતાના સેટ પર પહોંચી દિલ્હી પોલીસ: 20 દિવસથી ગુમ થયેલા ‘સોઢી’ના કો-સ્ટાર્સની કરી પૂછપરછ