

માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વીટર છેલ્લા એક મહિનાથી ચર્ચામાં છે. કયારેક કંપની વેચવાના કારણે તો ક્યારેક ટ્વીટરના CEOને લઈને કંપની ચર્ચામાં રહી છે. હવે કંપનીના પૂર્વ CEOએ જે ખુલાસો કર્યો છે, તે તમને બધાને ચોંકાવી દેશે.
Twitter અને Elon Muskની ડીલ બાદ સૌથી વધુ ચર્ચા નવા CEOને લઈ થઈ રહી છે. એવો ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે કે, ડીલ પૂરી થયા બાદ અને ટ્વીટરની માલિકી એલોન મસ્કના હાથમાં આવ્યા બાદ કંપનીમાંથી પરાગ અગ્રવાલની છુટ્ટી થઈ શકે છે.

પરાગ અગ્રવાલ ગયા વર્ષે નવેમ્બર મહિનામાં ટ્વીટરના CEO બન્યા હતા. ન માત્ર પરાગ અગ્રવાલને નિકાળવા માટે પરંતુ, ટ્વીટરના પૂર્વ CEO જૈક ડોર્સીને ફરી CEO બનાવવાના પણ ક્યાસ લગાવવામાં આવી રહ્યા હતા. આ તમામ અટકળો વચ્ચે જૈક ડોર્સીના નવા નિવેદને રોક લગાવી દીધી છે.
શું કહ્યું Jack Dorseyએ ?
ડોર્સીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, ફરી તે Twitterના CEO નહીં બને. વાત એમ હતી કે, એક યૂઝરે તેમણે સવાલ કર્યો કે, શું તેઓ ફરી ટ્વીટરના CEO બનશે? તો તેના જવાબમાં ડોર્સીએ કહ્યું, “ના, હવે હું ફરી CEO નહીં બનું”. એક અન્ય ટ્વીટમાં તેમણે કહ્યું કે, કદાચ કોઈ પણ ટ્વીટરનો સીઈઓ નહીં બને.

ટ્વીટરના CEO પર સસ્પેન્સ
ગયા મહિને એલોન મસ્કએ 44 અરબ ડૉલરમાં ટ્વીટરને ખરીદવાની ડીલ કરી છે. તો બીજી તરફ અલોન મસ્કએ ટ્વીટરના હાલના મેનેજમેન્ટમાં વિશ્વાસ નથી. તેમણે સાર્વજનિક રીતે ટ્વીટરની પોલિસી હેડની આલોચના કરી છે. સાથે જ ટ્વીટરની સેન્સરશીપનો પણ વિરોધ કર્યો છે. જેના કારણે એવા ક્યાસ લગાવવામાં આવી રહ્યા છે કે, ડીલ પૂરી થયા બાદ ટ્વીટર કંપનીની પોલિસી હેડ વિજયા અને પરાગ અગ્રવાલને હટાવવામાં આવી શકે છે.
જૈક ડોર્સીએ કેમ છોડ્યું પદ?
ડોર્સીએ ગયા વર્ષના નવેમ્બર મહિનામાં ટ્વીટરનું CEO તરીકેનું પદ છોડી દીધું હતું. જો કે, તેમણે કંપની છોડવાનું કોઈ ચોક્કસ કારણ જણાવ્યું નહોતું. પરંતુ, સૂત્રોનું માનીએ તો, ટ્વીટર બોર્ડના કારણે તેમણે CEO પદેથી રાજીનામું આપ્યું હતું. બોર્ડ વર્ષ 2020થી ડોર્સીને પદ પરથી હટાવવા માંગતું હતું. જૈકના રાજીનામા બાદ કંપનીના CTO પરાગ અગ્રવાલને ટ્વીટરના નવા CEO બનાવાયા હતા.
પરંતુ, છેલ્લા કેટલાક મહિનામાં જ ટ્વીટરમાંથી પરાગ અગ્રવાલની વિદાયની અટકળો તેજ થઈ રહી છે. જો કે, ડીલ થયાના 12 મહિના પહેલા જો એલોન મસ્ક પરાગને કંપનીમાંથી નીકાળે છે તો, તેમને 4.3 કરોડ ડૉલર મળશે. પરાગે એક મીટિંગમાં કહ્યું હતું કે, તેમને પોતાના નહીં પરંતુ, કંપનીના ભવિષ્યની ચિંતા છે.